રામ નામની બંડી ધારણ કરનાર બજરંગ બાપુએ જાણો બગદાનને નિવાસ સ્થાન કેમ બનાવ્યું.
એક એવા સંત જેણે પોતાનું જીવન માત્રને માત્ર લોક સેવામાં જ વિતાવ્યું અને આજે પણ લોકોના હૈયામાં તેમનું નામ ગુંજે છે. બાપા સીતારામ તરીકે આપણે તેમને વંદન કરીએ છે એવા આ બજરંગ દાસ બાપુની પ્રાગટય કથા બહુ જ રોચક છે. ચાલો આજે આપણે જાણીએ પરમ રામ ભક્ત બજરંગદાસ બાપુના જીવન વિશે.
કરૂણતા વાત્સલ્યની મૂર્તિ એવા પરમ કૃપાળુ સંત શિરોમણિ બજરંગ દાસ બાપુનો જન્મ ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલો. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું.
પૂર્વાશ્રમમાં બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા અને તેઓ જ્યારે વિચરણ કરી રહ્યા હતા તે દરમિયાન વાઘનું ટોળું આવ્યું અને બાપા એ નુરસિંહસ્મૃતિ કરી વાઘનું ટોળું જતુંરહ્યું.>
આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર પુષ્પો વૈર્યા અને ત્યારબાદ સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા.બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યાપૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.આજે અન્નત જીવો નું આ ધામમાં કલ્યાણ થઈ રહ્યું છે. સદાવ્રત તેમજ લાખોભાવી ભક્તોના કષ્ટ ને બાપ દૂર કરે છે.