પુરૂષો માટે ચેતવણીરુપ કીસ્સો ! લગ્ન બાદ દુલ્હને 20 દિવસ મા જ એવુ કાંડ કર્યુ કે જામી ને…
લૂંટેરી દુલહનના અનેક એવા કેસો ગુજરાતમાં બન્યા છે, ત્યારે હાલમાં જે ઘટના બની છે, દરેક પુરુષો માટે ખુબ જ ચેતવણીરૂપ સમાન છે. આપણે જાણીએ છે, જ્યારે વ્યક્તિનું ઉંમર વધુ થઇ જાય છતાં પણ યોગ્ય કન્યા ન મળવાને કારણે બીજા રાજ્યમાંથી યુવતીઓને લાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે, આવા સંજોગમાં ક્યારેક કોઈ યુવતીઓ જીવનભરનો સાથ બની જાય છે, પરંતુ મોટાભાગની યુવતીઓ લગ્ન કરીને થોડા દિવસોમાં ભાગી જાય છે અને સાથો સાથ પૈસા અને સોનાના દાગીનાઓ અને કિંમતી વસ્તુ લઈને ફરાર થઇ જાય છે.
હાલમાં જ આવી જ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બની હતી, સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, લૂટેરી દુલ્હન અને તેમના દલાલોએ જાણી જોઈને આ કાવતરું ઘડી રાખ્યું હતું અને પોતાની ગેંગના સભ્યોની સાથે મળીને એક પરિવારને નિશાન બનાવ્યો છે. દૂલ્હન 20 દિવસો સુધી પોતાના પતિ સાથે રહીને લાખોના ઘરેણાં અને સોના ચાંદીના આભૂષણો લઇને ફરાર થઇ ગઈ છે. ફરાર થયેલી દૂલ્હન પહેલાથી પરિણીત છે અને તેને એક પુત્રી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. ખરેખર આવી ઘટના બને છે, ત્યારે આવા કિસ્સામાં જ્યારે તમે લગ્ન કરો ત્યારે સંપૂર્ણ તપાસ કર્યા પછી જ યુવતી સાથે લગ્ન કરવા જોઈએ.
ઘટના વિષે વિસ્તૃત જાણીએ ગુજરાતના યુવકના 24 નવેમ્બરે અમદાવાદ નિવાસી મમતા સાથે લગ્ન થયા હતા. બાડમેર જિલ્લાના કોસરિયા નિવાસી જોગારામે લગ્ન કરાવવા માટે મેહારામ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના 20 દિવસ પછી મેહારામ મજૂરી માટે ગયો હતો. જોકે જ્યારે પાછો ફર્યો તો તેની પત્ની મમતા ઘરે ન હતી.મમતાને વાત કરી તો તેણે કહ્યું કે મારા લગ્ન તો પહેલાથી જ થઇ ગયેલા છે અને મારે એક બાળકી પણ છે.
આ પછી પીડિતમેહારામે પોલીસ અધિક્ષક સામે જઇને પોતાની આપવીતી સંભળાવી હતી. પોલીસ અધિક્ષકે ત્વરિત કાર્યવાહી કરતા પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ કર્યો હતો. મેહારામે દૂલ્હન મમતા, દલાલ જોગારામ અને અમદાવાદ નિવાસી અન્ય 2 લોકો સામે કેસ નોંધાવ્યો છે. લૂટેરી દૂલ્હન 5 લાખ રૂપિયા, 50 તોલા ચાંદીના ઘરેણા અને 2 તોલા સોનાની ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. દલાલ જોગારામે નકલી દસ્તાવેજ તૈયાર કરીને ધોખાઘડીથી લગ્ન કરાવ્યા છે. પોલીસે કેસની તપાસ કરી રહી છે