મહાશિવરાત્રિનાં મેળામાં સાધુરૂપ ધરીને મહાદેવ અને ચિરંજીવીઓ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે તે કુંડ શા માટે આટલું પવિત્ર છે જાણો!
જૂનાગઢમાં ભવનાથ ખાતે થતો મહાશિવરાત્રિનો મેળો સ્વયંભુ છે,જેમાં સાધુ,સંસ્કૃતિ અને સમાજનો પવિત્ર ત્રિવેણી સંગમ રચાય છે.દર વર્ષે મહા વદ નોમ થી મહા વદ ચૌદશ સુધી મેળો ભરાય છે.આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ હોય છે.મેળાનો પ્રારંભ નોમને દિવસ થી સાધૂ – સંતોના હસ્તે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે અને મુર્ગીકુંડમાં શાહી સ્નાન કરીને મેળાની પુર્ણાહુતી કરવામાં આવે છે.
મહાશિવરાત્રિના દિવસે મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે.કહેવાય છે કે,સુર્વણરેખા નદીનું જળ જેમાં વહે છે એવા અમૃત સમાન મૃગીકુંડમાં સ્નાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વસ્થામાં રહે છે અને શિવરાત્રિના દિવસે આ સિદ્ધો મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે.
વળી એવી પણ માન્યતા છે કે, સિદ્ધો એકવાર આ કુંડમાં સ્નાન કરવા જાય છે તે પછી અદ્રશ્ય થઇ જાય છે.જૂનાગઢમાં ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ મહાશિવરાત્રિ મેળામાં દિવ્ય કુંભની અનુભૂતિ કરાવે છે.ચાલો અમે આપને આ જણાવીએ કે, જે કુંડમાં સ્વયં ભગવાન સ્નાન કરવા આવે છે, એ મૃગીકુંડનાં નિર્માણ પાછળ શું પૌરાણિક કથા જોડાયેલ છે. આ મૃગીકુંડ શા માટે પુણ્યશાળી છે.
કહેવાય છે કે રેવતાચળનાં જંગલમાં માનવ શરીરધારી હરણી વસતી હતી.આ વાતની જાણ રાજા ભોજના અનુચર થઈ, જેથી તેણે રાજાને કહ્યું કે,રેવતાચળના જંગલમાં એક અતિ સુંદર સ્ત્રી વસે છે, જે હરણની જેમ કુદે છે અને તેનું મોઢું હરણ જેવું છે પણ શરીર સ્ત્રીનું છે.આ વાતની જાણ થતા જ રાજા એ એ હરણીને દરબારમાં લઈ આવ્યાં અને રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે, ત્યારે જાણવા મળે છે કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી.
સિંહ થી બચવા ભાગી ત્યારે વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર પવિત્ર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. આગલા જન્મમાં તે માનવ જન્મ પામી.પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું ઋષિના કહેવાથી હરણીના મુખની ખોપરીને સુર્વણનદીમાં પધરાવ્યું જેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું.અને રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યા.ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ ની તળેટીમાં મુર્ગી કુંડ બનાવડાવ્યો જેમાં સુવર્ણરેખા નદીનું જળ વહે છે.આ કુંડનું જળ અમૃત સમાન છે.