સુરજ ભુવા એ કીધું કે મને બ્લેકમેઈલ કરતી અને પચીલ લાખ રુપીયા અને ફ્લેટ ની માંગણી…
ત્રણ દિવસ અગાઉ જુનાગઢ ની એક યુવતી રાજકોટ પોલીસ સ્ટેશનમાજેરી દવા પીને પહોંચી હતી અને સાથે એક સ્યુસાઈડ નોટ પણ હતી જેમા સુરજ ભુવા નામના યુવાન પર ગંભીર આરોપો લખાવવા મા આવ્યા હતા. આ દરમિયાન મા યુવતિ ને હોસ્પીટલ મા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને જુનાગઢ ના સુરજ ભુવા વિરુધ દુષકર્મ ફરીયાદ પણ નોંધાવવા મા આવી હતી.
યુવતી એ એમ પણ જણાવ્યું હતુ કે તે ભુવા પાસે જોવડાવા ગઈ અને ભુવા એ તેની સાથે દસ મહીના સુધી શારીરીક શોષણ કર્યુ અને સ્યુસાઈડ નોટ મા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભુવા એ તેને ગર્ભ રાખી દિધો છે. અને દવા આપી ને એક મહિના પહેલા તરછોડી દિધી છે. યુવતિ એ આ સ્યુસાઈડ નોટ સોસિયલ મીડીયા પર પણ મુકી હતી અને ન્યાય ની માંગણી કરી હતી.
આ ઘટના બાદ પોલીસે તરત તપાસ હાથ ધરી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સુરજ ભુવાજી જૂનાગઢ સ્થિત પોતાના નિવાસ્થાનને ફરાર થઈ ગયો હતો. અને સોસિયલ મિડીઆ ભુવા વિરુધ લોકો નો રોષ પણ જોવા મળ્યો હતો.
ત્યારે આજે સુરજ ભુવા નો એક વિડીઓ સોસિયલ મીડીયા પર પર વાયરલ થયો હતો જેમા ભુવા એ પોતાનો પક્ષ રાખતા ઘણી બાબતો જણાવી હતી જેમા કહ્યુ હતુ કે મારી પર ખોટી ફરીયાદ કરવા મા આવી છે. અને કહ્યુ હતુ કે મારે તે વ્યક્તિ સાથે સાથે સારા સંબંધો હતા અને સારા સંબંધો નો તે વક્તિ એ ગેર ઉપયોગ કર્યો છે. મને માનસીક રીતે ભાંગી નાખ્યો છે અને મારી પાસે અવાર નવાર અનેક વસ્તુ ની ડીમાન્ડ કરવામા આવી છે. જેમાંથી ઘણી ડીમાન્ડ મે પુરી પણ કરી છે. પણ જયારે મારા થી એની ડીમાન્ડ પુરી થય શકે તેવી પરિસ્થીતી નહોતી ત્યારે મારા થી આ વસ્તુ શક્ય બને તેમ નથી.
આ ઉપરાંત સુરજ ભુવા એ એવા પણ આરોપ મુક્યા હતા કે મારા પાસે 25 લાખ અને ફ્લેટ ની માંગણી કરવામા આવી હતી.
View this post on Instagram