Gujarat

સરપંચ હોય તો આવા ! ગામ મા દારુ બંધ કરાવવા મહીલા સરપંચ એ એવુ પગલુ ભર્યુ કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. અમરેલીના દેવળીયા 

દેશના વિકાસ માટે વડાપ્રધાન જવાબદાર હોય છે, એવી જ રીતે રાજ્યમાં મુખ્યમંત્રી અને શહેરોમા ધારાસભ્ય અને ગામમાં સરપંચ! ત્યારે આજે અમે આપને એક એવા ગામની વાત કરીશું જ્યાં એક એવા મહિલા સરપંચ છે, જેમણે ગામનો વિકાસ તો ર્ક્યો પરતું સાથો સાથ ગામને વ્યસન મુક્ત કરાવવા જે ઉત્તમ પગલું ભર્યું છે, એ ખૂબ જ સરહાનિય છે.  આપણે જાણીએ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમ છેલમ થાય છે.

આજે અમે એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં મહિલા સરપંચે ગામને દારૂના વ્યસન મુક્ત કરવા માટે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.  દરેક શહેરોની જેમ અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં દારૂનું દૂષણ ફેલાયેલું છે, ત્યારે મહિલા સરપંચે ગામમાં બેનર લગાવી દારૂનું વેચાણ કરનારા અને દારૂ પીનારાઓના નામ આપવાની અપીલ કરી છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આવું કાર્ય કરનાર વ્યક્તિઓને ગ્રામ પંચાયત દ્વારા નામ આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખી તેને 500 રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

આવો સરહાનીય અને ગામને વ્યસન મુક્ત કરવા માટે અહીંયાંન સરપંચભાવનબેન નાથાલાલ સુખડીયાએ આ કાર્ય કર્યું છે. આ કાર્ય પાછળ નો હેતુ એ છે કે, ગામમાં દારૂનું સેવન કરનારા અને દારૂનું વેચાણ કરનારાઓના નામ એકત્ર કરી યાદી બનાવશે અને પોલીસને સોંપશે. મહિલા સરપંચના આ પ્રયાસને ગામના અને આસપાસના અન્ય ગામના લોકો પણ બિરદાવી રહ્યા છે.ખરેખર સમાજમાં જે પુરુષો ઉચ્ચ પદ પર રહીને કાર્ય કરે છે તેનાથી સર્વોત્તમ મહિલાઓ પણ હવે દરેક ક્ષેત્રમાં આગળ આવિને શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.

દારૂબંધીના કરવા માટે મહિલા સરપંચે અન્ય ગ્રામપંચાયત અને તેના સરપંચોને નવી રાહ ચીંધી છે.ગામમાં જાહેરમાં પોસ્ટરો લગાવ્યા છે જે પોસ્ટરમાં લખ્યું છે કે, ગામના દરેક સમાજના નાગરિકોને વિનંતી કે દેવળીયા ગામ હદ વિસ્તારમાં કોઈ પણ ઇસમ દારૂની ભઠી કે વેચાણ કરતો હોય અથવા દારૂ પી દંગલ મચાવતો હોય તો અમોને જાણ કરવી. અમો ઉચ્ચ પોલીસ અધિકારીઓ LCB,SOG અને તાલુકા પોલીસની મદદથી સંપૂર્ણ દારૂની બદી ડામી તત્પર છીએ તેમજ માહિતી આપનાર નું નામ ગુપ્ત રખાશે અને 500 રૂપિયા સરપંચના ફંડ માંથી ઇનામ આપવામાં આવશે. ખરેખર પગલું ભરવાથી ગામમાં જરૂર બદલાવ આવશે અને આ કાર્ય પણ સફળ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!