વાલીઓ ખાસ ધ્યાન આપે ! સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થી બેગમાંથી જે મળ્યુ એ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે રીતે એક પછી એક હત્યાના બનાવો સામે આવ્યા છે તેના કારણે ગુજરાત ની જનતા હચમચી ચુકી છે તેવામાં એક અમુક લોકો કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવે છે કે રાજ્યમાં લોકો જાહેરમાં ખતરનાક હત્યારા લઈને ઘૂમે છે અને લોકોનો જીવ લે છે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા કોઈ ખાસ અને સજ્જડ પગલાં ભરવા જોઈએ કે જેથી હત્યાના વધતા બનાવો ને અટકાવી શકાય. તેવામાં જયારથી સુરતનો ગ્રીષ્મા હત્યાનો કેશ સામે આવ્યો છે તે બાદ આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહેલું છે.
તેવામાં વધતા ગુનાહો વચ્ચે હવે લોકો પોતાના ગોરખ ધંધામાં માસુમ અને નિર્દોષ બાળકો ને ફસાવી ને પોતાના આત્મઘાતી કર્યો કરાવી રહ્યા છે અને બાળકો પણ જાણે ગુનાહના રસ્તા પર નીકળી પડ્યા હોઈ તેવું લાગે છે. તેવામાં હાલમાં આવોજ એક આશ્ચર્ય આપાવે તેઓ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા એક વિધાર્થીના બેગમાં તપાસ કરતા વિધાર્થીના બેગ માંથી ભણવાની પુસ્તકો ને બદલે જે નીકળ્યું તેને જોઈને સૌ કોઈ ચૉકી ગયા.
મિત્રો મળતી માહિતી અનુસાર આ બનાવ અલથાણ સોહમ સર્કલ નો છેકે જ્યાં ખટોદરા પોલીસ ટિમ સર્વેલન્સ સ્ટાફના પી. એસ. આઈ આર. એસ. પટેલની ટિમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી. તેવામાં અહીંના હેડ કોન્સ્ટેબલ જયરાજ સિંહ અંબુજી અને ચેતન ભાઈ રમણ લાલાને બાતમી મળી કે આ વિસ્તારમાં બે યુવકો ઘાતક હથિયાર સાથે ફરે છે જેને આધારે પોલીસે તપાસ શરુ કરી અને પસાર થતા એક યુવક અને એક 8 માં ધોરણ માં ભણતા વિધાર્થી ની તપાશ કરી.
જેમાં પોલીસ ને તે વિધાર્થીના બેગ માંથી પુસ્તક ને બદલે ઘટકી હથિયાર મળ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યું કે આ હથિયાર તેમને કુખયાત આરોપી રાજ કિરપાલ સીંગ પાસેથી મળ્યા હતા જો કે આ હથિયાર કોઈને આપવાના હતા કે તેનો શું ઉપયોગ થવાનો હતો તેને લઈને હાલમાં કોઈ માહિતી મળી નથી. પરંતુ વિદ્યાર્થીઓના બેગ માંથી આમ હથિયાર મળવાથી સૌ કોઈ હેરાન છે અને પોલીસ દ્વારા એકવી પણ જાણ કરવામાં આવી છે કે વાલીઓએ પોતાના બાળકો અને તેમની પ્રવૃતિઓ પર નજર રાખવી જોઈએ. તેઓ કોની સાથે છે ? ક્યાં છે ? શું કરે છે ? તે તમામ બાબત જાણવી જોઈએ.