ભાવનગરના યુવરાજ એક સામાન્ય વ્યક્તિ ના ઘરે સામાન્ય વ્યક્તિ ની જેમ પહોંચ્યા ! વિડીઓ જોઈ વાહ વાહી કરી રહ્યા છે લોકો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણો દેશ અનેક નાના મોટા રજવાડામાં વહેંચાયેલ હતો તેવામાં ઘણા એવા રજવાડા હતા જે ભારતીય પરંપરા અને સંસ્કૃતિના ઓળખ હતા જે પૈકી ગુજરાત નું ભવનગર એક છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજાશાહી વ્યવસ્થામાં તમામ સતાઓ અને રાજ્યના કાર્યભારની જવાબદારી રાજાની હોઈ છે કે જે તેમને વારસામાં મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી કોઈ પણ નાની વસ્તુ પ્રત્યે પણ આપણી ઘણી લાગણી અને મોહ હોઈ છે તેવામાં રાજાની પોતાના રાજ્ય પ્રત્યે કેટલી લાગણી હશે ?
રાજા શાહી માં જયારે પણ સામાન્ય પ્રજાને તકલીફ કે મુશ્કેલી પડતી તો તેઓ રાજાને ફરિયાદ કરતા અને રાજા તેનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થતા હતા. આપણે ઇતિહાસમાં અનેક રાજા મહારાજા વિશે જાણ્યું છે જે પૈકી અમુક રાજાનો ઇતિહાસ સારો તો અમુક નો ખરાબ પણ છે પરંતુ આપણે અહીં એક એવા રાજકુમાર વિશે જાણવાનું છે કે જેમની દરેક પીઢી દેશ અને પ્રજા માટે હંમેશા સમર્પિત રહી છે. આપણે અહીં ભાવનગર ના યુવરાજ જયવીરરાજ સિંહજી વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે તેઓ ભાવનગર ના મહાન રાજા કૃષ્ણકુમાર સિંહજી ના વંશજ છે. આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી બાદ દેશને અખંડ બનાવવાનો પ્રસન્ન દરેક ને મુંઝવતો હતો કારણકે કોઈ પણ રાજા પોતાનું રાજ્ય દેશ ને આપવા તૈયાર ન હતા તેવામાં ભાવનગર જેવા વિશાળ રાજ્યના રાજા મહારાજ કૃષ્ણ કુમાર સિંહજીએ દેશને અખંડ બનાવવા અને આધુનિક ભારત નો પાયો નાખવા માટે હસતા મુખે પોતાનું આખું રાજ્ય દેશને નામ કરી દીધું.
આમ વર્ષોથી ભાવનગર નો રાજ પરિવાર લોકો માટે અને દેશ માટે હંમેશા કંઈક ને કંઈક કરવા માટે તૈયાર રહે છે જો કે આ ગુણ આજે પણ રાજ પરિવારમાં છે અને યુવરાજ જયવીરરાજ સિંહજી પોતાની પરંપરા અને સમાજ સેવાના કર્યો ને ઘણા આગળ વધારતા રહે છે. જણાવી દઈએ કે જયવીરરાજ સિંહજી અનેક સામાજિક સંસ્થા અને ટ્રસ્ટ સાથે જોડાયેલા છે ભલે હવે રાજા શાહી નથી રહી પરંતુ આજે પણ ભાવનગર ના આ રાજકુમાર હંમેશા પ્રજા માટે ચિંતિત રહે છે અને જરૂરિયાત મંદ લોકોને સતત મદદ કરવા માટે કાર્યરત રહે છે.
યુવરાજ જયવીરરાજ સિંહજી મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી ના વંશજ અને રાજ પરિવાર સાથે જોડાયેલા છે પરંતુ તેમના માં કયારે પણ ઘમંડ જોવા મળ્યો નથી રાજ પરિવાર હોવા છતાં તેઓ સામાન્ય અને સાદું જીવન જીવે છે અને લોકો સાથે પણ ઘણા સહજ છે તેઓ સ્વભાવે સેવાભાવી અને સરળ છે. તેમની આવીજ ઉદારતા અનેક જગ્યાએ જોવા મળી છે હાલમાં સોશ્યલ મીડિયા પર યુવરાજ જયવીરરાજ સિંહજી નો એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે યુવરાજના વખાણ કરીને થાકી જાસો.
આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય દેખાડો કરનાર નો સમય છે હાલમાં અમુક લોકો અને ખાસ કરીને રાજ નેતાઓ કોઈ પણ જગ્યાએ જાય તો તેમની સાથે અનેક મોંઘી ગાડીઓ અને અનેક સુરક્ષા ના માણસો હોઈ છે પરંતુ યુવરાજ જયવીરરાજ સિંહજી આવા ખોટા ઠાઠથી દૂર રહે છે વિડિઓ માં જોઈ શકાય છે કે યુવરાજ જયવીરરાજ સિંહજી ખેડૂત વાસમાં શ્રમજીવી વ્યક્તિના ઘરે આવતા જોવા મળે છે આ સમયે કોઈ મોંઘી ગાડી કે સુરક્ષા માટે કોઈ મોટી ફોજ તેમની સાથે જોવા મળતી નથી.
તેઓ સાધારણ વ્યક્તિની જેમ પગપાળા આવે છે. તેઓ પોતાની સાદગી અને પોતાની બોડી બિલ્ડીંગ લુકના કારણે આખા ગુજરાત અને ગુજરાત બહાર પણ ઘણા ફેમસ છે. જયારે યુવરાજ જયવીરરાજ સિંહજી આ વિસ્તારમાં આવે છે ત્યરે સૌ કોઈ તેમને કોઈને ખુશ થઇ જાય છે અને જેમ પોતાના રાજા આવ્યા હોઈ તેમ લોકો તેમનું સ્વાગત કરે છે. મહિલા યુવરાજના રસ્તા પર ફૂલ પાથરે છે અને તેમને તિલક પણ કરે છે જો કે આ સમયે યુવરાજ જયવીરરાજ સિંહજી ઘણાજ સહજ ભાવથી લોકોનું અભિવાદન સ્વીકારે છે. હાલમાં આ વિડિઓ લોકોમાં ઘણો વાયરલ છે.
જો વાત યુવરાજ જયવીરરાજ સિંહજી અંગે કરીએ તો યુવરાજ સાહેબનો જન્મ 27 ઓક્ટોબર 1990માં થયો હતો. જયવીરરાજસિંહે હોટેલ મેનેજમેન્ટની સાથે સ્વિત્ઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે.જયવીરરાજસિંહ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.
જણાવી દઈએ કે યુવરાજ જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે. આ બંને થકી તેમને ત્યાં એક દિકરી પણ છે. જણાવી દઈએ કે તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. જયવીરરાજસિંહને એડવેન્ચર, કાર્સ, અને ટ્રાવેલિંગનો જબરજસ્ત શોખ છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે.