એક વ્યક્તિ જેને એક સમયે હતું ૬ કરોડનું કરજ, આજે મેળવે છે ૮૫૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર જાણો પૂરો કિસ્સો…
એવું કહેવાય છે કે જો તમે યોગ્ય દિશામાં અને યોગ્ય પ્રયાસો કરો છો તો તમને સફળતા મેળવતાં કોઈ રોકી નહિ શકે તે આ કિસ્સામાં તદન સત્ય સાબિત થાય છે. તો ચાલો જાણીએ પૂરો કિસ્સો કઈ રીતે એક સ્થાનિક કંપની બની વર્લ્ડ ક્લાસ કંપની. પ્રતાપ કંપનીએ આજે સંપૂર્ણ દેશમાં પોતાની ઓળખ બનાવી લીધી છે, તદુપરાંત તે ૮૫૦ કરોડનો વાર્ષિક ટર્નઓવર કરી રહી છે. આ કંપની હાલ વિશ્વની મોટી મોટી કંપનીઓ ને ટક્કર આપી રહી છે.
પ્રતાપ કંપનીના પાયા વર્ષ ૨૦૦૩માં અમિત કુમાર, અપૂર્વ કુમાર તથા તેમના મિત્ર અરવિંદ મહેતા દ્વારા નાખવામાં આવ્યા હતા. આ કંપની ની શરૂઆત તદ્દન નાની જગ્યાથી થઈ હતી, પણ કહેવાય છેને નાનો પણ રાઈ નો દાણો એમ જોત જોતામાં આ કંપનીએ વિકાસ કરવાનું શરૂ કરી દીધું. અમુક વર્ષોમાં આ કંપની એ ૧૬૮ જેટલા ગોડાઉન અને ૨૮૦૦ જેટલા ડીસ્ટ્રીબ્યુટરો ઊભા કરી દીધા, અને માર્કેટમાં રોકેટની જેમ ઉડાન ભરી.
શરૂ શરૂમાં અમિત કુમાર વ્યવસાય કરતા હતા, તેમણે ૧૦ વર્ષ વ્યવસાય કર્યા બાદ પોતાનું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું, આ વર્ષ હતું ૨૦૦૨નું પણ તેમને લોન પેટે રૂપિયા ૧ કરોડ જ મળ્યા હતા. આ લોનની ભરપાઈ તેમણે પોતાના સ્નેહીજનો પાસેથી ઉધાર લઈ ચૂકવી હતી.
વર્ષ ૨૦૦૨ પૂરું થવા પર હતું ત્યારે, અમિત કુમારએ પોતાના એક ભાઈ અને મિત્ર સાથે નક્કી કરી એક ખાણીપીણી નો ધંધો કરવાનું વિચાર્યું, આ માટે તેમણે પોતાના કુટુંબ પાસે થી રૂપિયા ૧૫ લાખ ઉછીના લીધા હતા, આ રીતે તેમને પ્રતાપ ની શરૂઆત કરી હતી. શરૂ શરૂમાં તેમને લોકોની અલોચનાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પણ તેમનો કઈક કરી ગુજરવાનો જુસ્સો નાની સુની આલોચના થી ક્યાં તૂટવાનો હતો.
તેઓએ ધીરા પણ સ્થિર પગલાંઓ ભરવાનું શરૂ રાખ્યું, અમિત કુમાર મનથી મક્કમ રહ્યા અને તેમણે સૌથી પેહલા બહોળું ડીસ્ટ્રીબ્યુટર નેટવર્ક ઉભુ કરવા વિચાર્યું. પણ પોતે થોડા પૈસાથી ટૂંકા પડતા તેઓ પેહલા વર્ષે માત્ર ૨૨ લાખ નોજ ધંધો કરી શક્યા, પણ દ્રઢ નિશ્ચયને કારણે આવનારા વર્ષે તેજ ધંધો ૧ કરોડ સુધી પહોંચાડી દીધો.
જ્યારે ઇન્દોરમાં આવેલી પ્રતાપ કંપનીએ ત્રીજા વર્ષમાં આગમન કર્યું ત્યારે કંપનીનું ટર્નઓવર ૭ કરોડ પાર કરી ગયું હતું, પ્રતાપ કંપનીના બધાજ ઇન્વેસ્ટર્સ અને માલિકોના આનંદનો પાર રહ્યો નહોતો. પ્રતાપ સ્નેક્સ કંપનીએ ૨૦૧૧માં રજુ કરેલી યેલો ડાયમંડ પ્રોડક્ટ આજે નેશનલ અને મલ્ટીનેશનલ કંપની ની પ્રોડક્ટ્સ ને જોરદાર ટક્કર આપી રહી છે.