પાંચ દિવસ અતિ ભવ્ય અને શાહી રીતે વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલકવિધી યોજાશે!
ગુજરાત રાજવી રિયાસતનું અમૂલ્ય સ્થાન છે. આજે ભલે રજવાડું ન રહ્યુ હોય પણ રાજવી પરિવાર આજે પણ પોતાની પરંપરા અને પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. પ્રજાનું ભલું કરવું એજ એમનો મુખ્ય હેતુ રહે છે. કહેવાય છે ને કે, રાજવીકુળમાં રાજાનાં નિધન બાદ તેમની ગાદી બીજા રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ.અમરસિંહજી ઝાલાના પપૌત્ર કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજયાભિષેક વીધી તથા રાજતિલક વિધીનો પ્રસંગ ઉજવાશે.
પારંપરિક અને રાજવી શૈલી રીતે વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરંપરાગત રીતે પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવા વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે. અતિ ભવ્ય અને શાનદાર રીતે આ પ્રસંગનું આયોજન કરવા આવશે. જેમાં ગામ, સંતો મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓને પધારશે.
મહારાણારાજ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવેલ કે તા.1/3ને મહાશીવરાત્રીના પાવન દીને વાંકાનેરથી 10કી.મી.દુર આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે સવારે શ્રી જડેશ્વર દાદાના નિજ મંદીરમાં અભિષેક પુજાન બાદ શ્રી જડેશ્વર મહાદેવ મંદીરના રતન ટેકરીના પ્રવેશ દ્વારે બનાવવામાં આવેલ દિગ્વિજય દ્વાર મંદીરને અર્પણ કરવામાં આવશે.
તા.2/3ના જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસી રાજવી પરિવાર દ્વારા યોજાશે. જેમાં ઉપસ્થિત તમામ ભુદેવો સાધુ સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સંસ્કૃતના શ્લોક સાથે મહારાણા રાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા પર આર્શીવાદ વરસાવશે. તા.3/3ના જુના દરબારગઢ ખાતે સવારથી યજ્ઞ તથા રાજયાભિષેક સહીત રાજવી પરંપરાગત ધાર્મિક વિધીઓ સંતો મહંતો અને પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં સંપન્ન થશે.
વાંકાનેર પંથકના પ્રતિષ્ષ્ઠત મંદીરના સંતો મહંતો રાજના ગોર સહીત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને રાજ પરિવારની પરંપરાગત રાજતિલક ઝાલા કુટુંબની કુવારી દિકરીબાના હસ્તે મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા રાજ સાહેબને પાઘડી પહેરવામાં આવશે. દરબારગઢથી નગરયાત્રા પ્રસ્થાન થશે.
આ નગરયાત્રામાં વીન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ૅઘોડા તેમજ ક્ષત્રીય સમાજ તેમના પરંપરાગત પોષાક પાઘડી સાફા સાથે તેમજ તમામ નગરજનો, સંતો,મહંતો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્શે અને નગરયાત્રામાં જોડાશે સમાજના કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ક્ષત્રીય સમાજ માટે ભોજન પ્રસાદનો પ્રારંભ થશે. આ રીતે વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાના રાજયાભિષેક અને રાજતિલક વિધીના પાંચ દિવસના કાર્યક્રમમાં યોજાશે.