Gujarat

યુવકે સગાઈમાં પોતાની ફ્રીયાન્સીને સોનુ,પ્લેટિનમ કે ડાયમંડની નહીં પણ આપી એવી ગિફ્ટ કે વિચારતા રહી જશો.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં લોકો શુભ પ્રસંગે કે અથવા જન્મદિવસ, એનિવર્સરી, લગ્ન, સગાઈ પર પોતાના પ્રિય પાત્રને ભેટ સોગાદ આપતા હોય છે. હાલમાં જ એક યુવકે પોતાની ફ્રીયાન્સીને રોજ જ્યારે હેમાલી પટેલની મયુર પટેલ સાથે સગાઈ થઈ તો તેણે કદાચ વિચાર્યુ હશે કે તેને ડાયમંડની વીંટી મળશે અથવા તો સોનાનો કોઈ હાર ભેટ તરીકે મળશે. પરંતુ હેમાલીને ગિફ્ટમાં જે મળ્યું તેની કલ્પના તેણે સપનામાં પણ નહીં કરી હોય.

સગાઈની વીંટી પહેરાવ્યા પછી મયુર પટેલ ગૂંઠણિયે બેઠો અને તેણે હેમાલીને ચાંદનો ટુકડો ભેટમાં આપ્યો. કોઈને પણ વાંચીને વિશ્વાસ નહીં થાય, પરંતુ મયુર પટેલે ખરેખર આ અનોખી ભેટ પોતાની મંગેતરને આપી છે. વાત જાણે એમ છે કે,25 વર્ષીય વેપારી મયુર પટેલે મંગેતર હેમાલીને અનોખી ભેટ આપવા માટે ચંદ્ર પર જમીન બુક કરાવી છે.

હેમાલી વ્યવસાયે એન્જિનિયર છે. પુરુષો સામાન્યપણે પોતાની પ્રેમિકાને એવા વચન આપતા હોય છે કે તારા માટે ચાંદ-તારા લઈ આવીશ. પરંતુ મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે તે મારા નામે ખરેખર ચંદ્ર પર જમીન ખરીદશે. મયુર પટેલે જમીન માલિકીના દસ્તાવેજ હેમાલીને સોંપ્યા હતા.

ચંદ્ર પર જમીન ખરીદવાનો આઈડિયા આપ્યો હતો. તેણે ઈન્ટરનેટ પર આ બાબતે વાંચ્યુ હતું. મેં ઓનલાઈન થોડું રિસર્ચ કર્યું અને પછી નક્કી કર્યું કે મારે ગિફ્ટમાં જમીન જ આપવી છે. નોંધનીય છે કે મયુરે ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રીનો સંપર્ક કર્યો.મચંદ્ર પર એક એકર જમીન ખરીદવાનો નિર્ણય લીધો. બે ઓફ રેઈન્બો વિસ્તાર પ્રેમીઓ માટેનો માનવામાં આવે છે.

યુવકે જમીન ખરીદવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યું છે, અને હેમાલીના નામની માલિકીના મારી પાસે ડિજિટલ દસ્તાવેજ પણ છે. ભવિષ્યમાં જ્યારે ટેક્નોલોજી વિકસિત થશે અને સામાન્ય માણસો ચંદ્રની મુલાકાત લઈ શકશે ત્યારે હું હેમાલીને આ જમીન પર લઈ જઈશ.આ જમીનની કિંમતનો ખુલાસો નથી કર્યો.ખરેખર આ એક ખૂબ જ અનોખી ભેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!