GujaratIndia

વાહ ગામ હોય તો આવુ ! ગુજરાતના આ ગામ ના લોકો એક રસોડે જમે અને તેનાથી પણ વિશેષ બાબત એ કે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં બે સમાજ વ્યવસ્થા છે જે પૈકી અમુક લોકો શહેરમાં રહે છે જયારે અમુક લોકો ગામમાં રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં એક તરફ શહેરમાં લોકો પાસે સમય નથી અને લોકો ફક્ત પૈસા ને જ મહત્વ આપે છે અને આખો દિવસ પૈસા પાછળજ દોડ્યા કરે છે. શહેરી વિસ્તારમાં લોકોનું જીવન અસંતોષી પ્રકારનું જોવા મળે છે કે જેમને વધુ ને વધુ મેળવવાની આશા રહે છે. તેવામાં બીજી તરફ જો વાત ગામડા અંગે કરીએ તો ત્યાં લોકોમાં પૈસા ને બદલે પ્રેમનું વાતાવરણ છે અને લોકોનો સ્વભાવ સંતોષી છે. એક બીજા સાથે હળીમળી ને રહેવાની ભાવના છે.

જો સાચા અર્થમાં કોઈ જીવનનો લાભ લેતું હોઈ તોતે ગામના લોકો જ છે. આપણે અહીં જે ગામ વિશે વાત કરવાની છે તેના વિશે સાંભળશો તો તમને ફિલ્મી વાર્તા જેવું લાગશે પરંતુ આ સાચી વાત છે કે અહીં આખું ગામ એક પરિવાર ની જેમ રહે છે. તો ચાલો આપણે આ અનોખા ગામની સફરે જઈએ. મિત્રો આપણે અહીં ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામ વિશે વાત કરવાની છે કે જે કોઈ ઘરમાં રસોડા નથી પરંતુ આખા ગામનું એકજ રસોડું છે કે જ્યાં તમામ લોકો ભેગા મળીને જ જામે છે.

જો વાત ચાંદણકી ગામ અંગે કરીતો જણાવી દઈએ કે આ ગામની કુલ વસ્તી આશરે 1000 ની પરંતુ તે પૈકી મોટા ભાગના લોકો એટલે કે આશરે 900 થી 950 જેટલા લોક ગામમાં રહેતા નથી. આ તમામ લોકોમાં યુવાનો નો સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગામની પરિસ્થિતિ શું છે દરેક લોકોને ગામ છોડવું છે લોકો શહેરની દેખાડા વાળા જીવનથી આકર્ષાય ને શહેર તરફ આવે છે ઉપરાંત ગામને બદલે શહેર આવાનું મુખ્ય કારણ રોજગારી પણ છે. ગામના તમામ યુવાનો અમદાવાદથી અમેરિકા સુધી અલગ અલગ જગ્યાએ કાર્યરત છે.

જેના કારણે હવે ચાંદણકી ગામમાં માત્ર 40 થી 50 લોકો માંડ જોવા મળે છે. અને ગામમાં જોવા મળતા આ લોકો પણ આશરે 55 થી 60 વર્ષના છે. પરંતુ ગામના તમામ યુવાનો વારે પ્રસંગે અચૂક ગામમાં આવે છે આવા સમયે વાહનો મુકવા માટે પણ જગ્યા વધતી નથી. પરંતુ સામાન્ય દીવાઓમાં આખા ગામમાં યુવાન જોવા મળતા નથી. જણાવી દઈએ કે આ ગામનો વહીવટ મહિલા દ્વારા ચલાવવામાં આવે છે.

જો કે આ ગામની ખાસ વાતએ છેકે ગામના કોઈ ઘરમાં ચૂલો સળગતો નથી અને એક મોટા રસોડામાં આખું ગામ એક સાથે જમે છે. જણાવી દઈએ કે દેશ વિદેશમાં રહેતા આ ગામના યુવાનો દ્વારા પોતાના માતા પિતાની સંભાળ લેવા અને વૃદ્ધ માતાઓને જમવાનું ન બનાવવું પડે તે હેતુથી આવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી તેમને કોઈ તકલીફ ના થાય અને આરામથી પોતાનું જીવન જીવી શકે. અહીં દરરોજ બપોર અને સાંજના સમયે મંદિરના આંગણામાં જમવાનું તૈયાર રહે છે. જે બાદ વડીલો આવે છે અને એક પરિવાર ની જેમ સાથે મળી ભોજન કરે છે અને સુખ દુઃખની વાતો કરે છે.

જો કે જણાવા જેવી વાતએ છે કે ચાંદણકી ગામમાં ભલે વડીલો રહેતા હોઈ પરંતુ આ ગામનો સાક્ષરતા દર 100 % છે. આ ત્યાર સુધીમાં આ ગામને નિર્મળ અને તીર્થ ગામ જેવા અનેક એવોર્ડ મળેલા છે. જો વાત ચાંદણકી ગામ અંગે કરીએ તો અહીં સ્વછતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ગામમાં આવતાની સાથે જ ડાબી તરફ ચંદ્રેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં ગામના લોકો ભોજન કરે છે. આ ગામને લઈને જાણવા જેવી વાત એ છેકે જ્યારથી રાજ્યમાં પંચાયતી રાજની સ્થાપના થઇ ત્યરથી કોઈ વખત ગામમાં સરપંચની ચૂંટણી થઇ નથી. આ ગામ સમરસ ગામ છે જેની ગ્રાન્ટ પણ મળે છે. અહીં ગામનો વિકાસ એટલો છે કે તેમે જોતા જ રહી જાવ ગામમાં સફાઈ તો છેજ સાથો સાથ પાકા રસ્તા દરેક ઘરે શૌચાલય, વીજળી દરેક રીતે ગામ સમૃદ્ધ છે અને ખેતીમાં ભાગીયા રાખીને ખેત પ્રવૃત્તિ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!