ગુજરતના નાના એવા ગામનો પટેલ યુવાન સેકન્ડ નેવીગેશન ઓફીસર બન્યો ! પાટીદાર સમાજ નુ અને…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા મનુષ્ય ને અનેક તાકાતો અને બુદ્ધિમતા આપી છે વ્યક્તિ પોતાની આવડત અને કુનેહ વૃત્તિ થી ધારે તે કામ કરી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો હોશિયાર અને મહેનતુ છે કહેવાય છે કે જીવન કોઈપણ વસ્તુ મેળવવી મુશ્કેલ નથી પરંતુ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે વ્યક્તિએ જાતે જ મહેનત કરવી પડે છે આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત અને આવડતથી એક સારી જગ્યા ઉપર પહોંચ્યા છે અને પોતાના જ્ઞાનનો લાભ અન્યને પણ મળે તેવા સમાજ સેવાના ઉમદા વિચાર સાથે જે કર્યું છે તેને જાણીને તમને પણ ગર્વ થશે.
આપણે અહીં વીરેન્દ્ર પટેલ વિશે વાત કરવાની છે કે તેમની મહેનત અને તેમના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. તો ચાલો તેમના વિશે વધુ જાણીએ. જણાવી દઈએ કે વીરેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના નાનકડા સુરાના પહડિયા ગામનાં રહેવાસી છે ગામ ભલે નાનું છે પરંતુ વીરેન્દ્ર પટેલ ના ઈરાદા ઘણા મોટા હતા. જણાવી દઈએ કે વીરેન્દ્ર પટેલે પોતાની મહેનત અને આવડતથી હાલમાં જ સેકન્ડ નેવીગેશન ઓફિસરનું પદ હાંસલ કરીને સમાજ નું નામ રોશન કર્યું છે.
પરિવાર અને ગામના લોકો વીરેન્દ્ર પટેલ ની મહેનત ના કારણે ઘણા ખુશ છે. જો વાત વીરેન્દ્ર પટેલ ના પરિવાર અંગે કરીએ તો તેમના પિતાનું નામ મણીભાઈ નાથાભાઈ પટેલ છે જણાવી દઈએ કે તેઓ હાલ મુંબઈ ના પનવેલમા રહે છે. હવે જો વાત વિરેન્દ્ર પટેલ ના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ધોરણ 1થી 10 નો અભ્યાસ ઈંગ્લિશ મીડીયમ આદ્યક્રાંતિવીર વાસુદેવ બળવતફડકે વિધાલયમાં કર્યો હતો.
જે બાદ તેમણે ધોરણ ધોરણ 12માં 72 ટકા સ્ટેટ બોર્ડમાં મેળવ્યા હતા આ સમયે તેમના વિષયો સાયન્સના ફીજીકસ અને કેમેસ્ટ્રી ઉપરાંત ગણિત, બાયલોજી વિષયયો પાસ કર્યા હતા. જે બાદ પુનાની મહારાષ્ટ્ર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીથી ફર્સ્ટ કલાસ સાથે બેચલર ઓફ સાયન્સ ઇન નોટીકલ સાયન્સ કર્યું હતું.
જે બાદ ગોલાફ્લોરેસ કંપનીમાં ટ્રેઇની ઓફિસર તરીકે પોતાની કારકિર્દી ની શરૂઆત કરી જેના એક વર્ષ બાદ ભારત સરકાર ની ડાયરેક્ટર જનરલ ઓફિસરની પરીક્ષા આપીને પાસ થયા બાદ લાઈસન્સ મેળવી જુનિયર ઓફિસર તરીકે નોકરી મેળવી. જેના થોડા સમય બાદ મુખ્ય લાઈસન્સ મેળવી ને હાલમાં ઘણા સમયથી વીરેન્દ્ર પટેલ જહાજ ચલાવી રહયા છે જણાવી દઈએ કે હાલમાં તેઓ સેકન્ડ ઓફિસર તરીકે દોહા કતાર નામની કતાર દેશની કંપનીમાં મિલાહા શિપ મેનેજમેન્ટમા કાર્યરત છે.
જોકે તેઓ એક સારું અને સમાજ સેવી વ્યક્તિત્વ પણ ધરાવે છે જણાવી દઈએ કે હાલમાં વીરેન્દ્ર પટેલે આખા ગુજરાતના બાળકોને જહાજ ચલાવવા અને તેને લઈને ઉપરાંત આ વિષય ને લાગતા અભ્યાસક્રમ બાબતે માર્ગદર્શન મેળવવા માટે વીરેન્દ્ર પટેલે બાળકો ને પોતાનું ઈમેઈલ એડ્રેસ આપ્યું કે જેથી તેઓ બાળકોની મદદ કરી શકે.