પુતિન સાથે ડાયરેકટ કોન્ટેક્ટ વાળા શાંતિલાલ મળી ગયા ! થોડા દિવસ પહેલા કોમેડી ઓડિયો વાયરલ થતુ હતુ.
સોશિયલ મીડિયામાં રોજ નવા વિડીયો અને ઓડિયો વાયરલ થતા હોય છે ત્યારે તાજેતરમાં એક ઓડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો વાર્તાલાપ હતો આ ઓડિયોમાં મહત્વની વાત એ હતી કે બે ગુજરાતી વ્યક્તિઓ વચ્ચેનો આ ઓડિયો હતો ખરેખર આ ઓડિયો એક મજાક મસ્તી માટે બનાવેલો ઓડિયો હતો ઓડિયોમાં એક વ્યક્તિનું નામ શાંતિલાલ જ્યારે બીજા વ્યક્તિનું નામ નારણકાકા જાણવા મળ્યું હતુ.
હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ઓડીયો વાયરલ થયો હતો અને લોકો વોટ્સએપ અને ફેસબુક પર શેર કરીને મજા માણી રહ્યા હતા. ત્યારે અમુક લોકોને આ વિડીયો નહોતો પસંદ આવ્યો અને યુદ્ધ જેવા ગંભીર વિષય પર આવી કોમેડી નહોતી ગમે ત્યારે દિવ્ય ભાસ્કરના એક અહેવાલ મુજબ ખરેખર આ ઓડિયો વાયરલ કરવા વાળા વ્યક્તિ કોણ છે તેની તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ રાજકોટ શહેરના રણછોડનગરમાં રહેતા શાંતિલાલ અગ્રવાત અને તેમના મિત્ર નારણભાઇ નો છે. નારણભાઇ ઉર્ફે મોંઘાભાઇ અભરામભાઈ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના છે,
શાંતિલાલએ આ અંગે જણાવ્યું હતું કે તમે માત્ર રમૂજ કરવા માટે આ ઓડિયો ક્લિપ કરી હતી. શાંતિલાલ એક્સિડન્ટના ક્લેમ અપાવવાનું કામ પણ કરે છે અને લોકોને મદદરૂપ થાય છે અને પોતાના રમૂજી સ્વભાવ ને કારણે તેઓ આ ઓડિયો ક્લિપ બનાવી હતી જ્યારે તેઓએ જણાવ્યું હતું કે મને પણ નથી ખબર કે ઓડિયો ક્લિપ આટલી વાયરલ થશે.
શાંતિલાલ ઓડીયો ક્લીપ મા કહ્યુ હતુ કે “હા, આજ 24/2/1956નો જન્મદિવસ છે મારો પાછો, મેં રશિયા પુતિનને ફેક્સ કર્યો કે આજનો દિવસ યુદ્ધ અટકાવી દ્યો, તો મારો બેટો મારી પર ખારો થયો. મોદીને એક ઝાટકે કહી દીધું છે કે ખબરદાર, જો અમારી સામે આંગળી ચીંધી તો, મને પણ ઠપકો દીધો કે શાંતિલાલ રહેવા દે હમણાં, અમારી જમીન યુક્રેને વધારે પચાવી પાડી છે. કોઈની તાકાત નથી, મારી જમીન પાછી દે, નહીંતર હું લાશોનો ઢગલા ને ઢગલા કરી દઈશ દુનિયામાં, એટલે પુતિન મારું પણ ન માન્યો, નારણભાઈ ફેક્સ કર્યો તોય, નહીંતર અમારો વાળંદ જ છે ને પુતિન અને છેટે છેટે સગા પણ છે. આ તો આપણે બહાર ન પડાય, બાકી દુનિયા આપણને ઠપકો આપે.”