પતિએ જ પત્ની ને કંપાવી દે તેવું મોત આપ્યુ ! જયારે હત્યા કરવાનુ કારણ સામે આવ્યુ તો સૌ કોઈ ચોકી ગયા
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજકાલ અનેક મોતની ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જે જાણીને તમે ચોકી જશો. હાલમાં જ જાણવા મળ્યું હતું કે, પત્નીની હત્યા કરીને યુવકે પણ પોતાનો જીવ દઈ દીધો પરતું જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને આ મોતનું રહસ્ય ખુલ્યું ત્યારે સૌ કોઈ ચોકી ગયેલા. આ ઘટના વીશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી.
હાલમાં જ જાણવા મળ્યું હતું કે, શહેરના મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સરોજની હત્યાનો મામલો હવે ઉકેલાવાને બદલે જટિલ બનતો હતો.. એક તરફ સરોજની હત્યા કર્યા બાદ તેના પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત પર પહેલાથી જ પડદો ઉંચકાયો છે. પરંતુ હવે આ સમગ્ર મામલે વધુ એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. સરોજના સસરાએ પોતે આ વ્યક્તિ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે સરોજ અને તેના પુત્ર ધર્મેન્દ્ર વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા કારણ કે તેની પુત્રવધૂના બીજા-પુરુષ સાથે સંબંધો હતા.
સરોજના સસરા મહાવીર પ્રસાદે પણ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ રીતે ખુલ્યુ રહસ્ય મહાવીર પ્રસાદે પોલીસને જણાવ્યું કે, સરોજની 2010માં પોલીસમાં ભરતી થઈ હતી. ત્યારથી તેની ફરજ ફરીદાબાદ હતી. પતિ-પત્ની બંને પોલીસ લાઈનમાં રહેતા હતા અને ધર્મેન્દ્ર ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તો સરોજ પાસે બીજી કાર હતી જે તે પોતે જ ચલાવતી હતી. આ દરમિયાન જ બની વચ્ચે પ્રેમ પાગર્યો.
આ દરમિયાન એક વખત મહાવીર પ્રસાદ સરોજની કાર લઈને ગામ ગયા હતા. તે જ સમયે સરોજના ગેરકાયદેસર સંબંધની જાણ થઈ હતી. મહાવીરને સરોજની કારમાંથી ડેબિટ કાર્ડ મળ્યું જે અન્ય વ્યક્તિનું હતું.આ કાર્ડ પ્રવીણ ચંદેલાના નામે હતું. જ્યારે મહાવીર પ્રસાદને તેમના સ્તરે તપાસ કરી ત્યારે બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે ધર્મેન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે તેની અને સરોજ વચ્ચે ઘણી માથાકૂટ થઈ હતી. આ સાથે ધર્મેન્દ્રએ સરોજને પ્રવીણ ચંદેલા સાથેના સંબંધો તોડવા માટે પણ તેના પુત્રને વચ્ચે રાખીને સમજાવી હતી.પરંતુ જ્યારે તેણી માની નહિ, ત્યારે ધર્મેન્દ્રએ સરોજનું ગળું દબાવીને હત્યા કરી હતી, બાદમાં ફાંસો ખાઈ લીધો હતો. મહાવીર પ્રસાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અને બંનેના મોત માટે પ્રવીણને જવાબદાર ઠેરવ્યો છે. આ તમામ ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા હવે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે