અમદાવાદ: રડતા રડતા વિડીઓ બનાવી ડિલિવરી બોયે ગળાફાંસો ખાધો અને સ્યુસાઈડ નોટ મા એવુ લખ્યુ કે જાણી ને આંસુ આવી જશે
દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો વધુ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે, તમે જાણીને ચોંકી જશો.
ખરેખર આ ઘટનાનાં લીધે પરિવારનો માળો વિખેરાય ગયો. ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, જીવનમાં આટલી મોટી તકલીફ આવી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રડતા રડતા વિડીઓ બનાવી ડિલિવરી બોયે ગળાફાંસો ખાધો અને સ્યુસાઈડ નોટ મા એવુ લખ્યુ કે જાણી ને આંસુ આવી જશે.
ચાલો અમે આપને આ ઘટના વિષે વધુ વિસ્તુતમાં જણાવીએ કે, આખરે એવું તે શું થયું હતું કે, આવી રીતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના ખુબ જ દુઃખ દાયક છે. દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,અમદાવાદના નરોડામાં રહેતા અને ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકે પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું.
આ ઘટના બનતા પહેલા મૃતકએ અતિમ વિડીયી બનાવ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે, ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે. બસ આવી જ રીતે રડતાં ચહેરે ડિલિવરી બોયે ગળાફાંસો ખાધો હતો. ગેસ એજન્સીના 3 લોકોએ ટોર્ચર કર્યાના આક્ષેપ કર્યો છે. જેમાં એજન્સીના 3 વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરીને તેમના કારણે આત્મહત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું. નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેસ એજન્સીમાં નોકરી કરનાર યુવક રેવાભાઈ મકવાણા નારોલમાં રહે છે. રેવભાઈએ આજે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી છે. આત્મહત્યા પહેલા રેવાભાઈએ વીડિયોમાં એજન્સીના મૌલિક, શીતલ અને રેખા ટોર્ચર કરે છે. મને ફોન કરીને ટોર્ચર કરવામાં આવે છે. હું આ લોકોને કારણે જ આત્મહત્યા કરું છું. આ 3 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મારે કોઈના પૈસા આપવાના બાકી નથી. 12,000 ઉપાડ મેં લીધો છે.
ગાડીના 10 હપ્તા બાકી છે. 4 વર્ષમાં મારો ફંડ જમા થયો છે. ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે. આ અંતિમ શબ્દો બોલીને રેવાભાઈએ આત્મહત્યા કરી દીધી હતી. જે મામલે નારોલ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર અત્યારે પીએમ કરાવીને અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યું છે. અમે પરિવારને ફરિયાદ માટે કહ્યું છે. પરિવાર આવતીકાલે ફરિયાદ નોંધાવવા આવશે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે, આપણે પ્રાર્થના કરીએ કે, તેમની આત્માને શાંતિ મળે.