સુરત : તલવાર થી બર્થ ડે કેક કાપી અને પછી પોલીસ ના હાથે લાગતા જે હાલ કર્યા એ જોવા જેવા હતા…
જન્મદિવસ ક્યારેક હવે જીવન માટે ખૂબ જ મુશ્કેલીરૂપ બનું શકે છે, આપણે જાણીએ છે કે, આજના સમયમાં હવે યુવાનો આગવી શૈલીમાં જ પોતાનો જન્મ દિવસ ઉજવે છે. ખાસ કરીને તો જાહેર રસ્તાઓમાં જન્મ દિવસ બહુ ઉજવવામાં આવે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે,સુરતમાં બે યુવકના ખભા પર બેસી યુવકે બે તલવારથી જન્મદિવસની કેક કાપી, બર્થ-ડે બોય સહીત અન્ય બોય સાથે જે કરવામાં આવ્યું તે ચોંકાવી દેનાર ઘટના છે.
દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક દ્વારા જન્મદિવસની બે યુવકના ખભા પર બેસી બે તલવારથી કેક કાપી ઉજવણી કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડ્યાં હતાં. વાઈરલ વીડિયો આધારે પોલીસે બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ કરી છે.
ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિકવીલા સોસાયટીમાં રહેતા મયુર સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.19)નો 17 માર્ચના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે તલવાર, રેમ્બો છરા સાથે ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતા પોલીસે મયુર અને તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ કબજે લીધું છે.
મીડિયામાં અવાર નવાર વાઈરલ થતા હોય છે. સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ન કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક ઈસમે પોતાનો જન્મદિવસની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ કરી આતીશબાજી વચ્ચે બે તલવારથી કેક કાપી હતી.આ ઘટનાને લીધે તેઓ હાલમાં મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે, ત્યારે આ ઘટના પરથી આપણે સૌ કોઈએ સાવચેત રહેવું જોઈએ.