અરવલ્લીમા 13 વર્ષીય દિકરીના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ ને તમે માથુ પકડી લેશો ! 510 ગ્રામ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા દેશે તબીબી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી લીધી છે જેના કારણે હાલમાં ઘણી એવી બીમારી છે કે જે બીમારીઓના કારણે પહેલા લોકોના જીવ જતા હતા તેના બદલે લોકો હવે સ્વસ્થ થઇ જાય છે. જોકે સમયની સાથે અનેક અવનવી બીમારીઓ પણ જોવા મળે છે આપણે ઘણી વખત એવી બીમારીઓ અંગે પણ જોયું હશે કે સાંભળ્યું હશે કે જે અંગે જાણ્યા બાદ આપણે પણ હેરાન થઇ જઈએ છીએ.
હાલમાં આવોજ એક હેરાન કરતો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક બાળકી એક અલગજ બીમારી થી પીડાઈ રહી હતી જેના કારણે તેના પેટ માંથી એવું વસ્તુ નીકળી કે જોનાર લોકોના હોશ ઉડી ગયા તો ચચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ બનાવ ભિલોડા તાલુકાના વણજરા ગામ નો છે કે જ્યાં એક ચોકાવનાર બનાવ સામે આવ્યો છે.
અહી રહેતી એક ૧૩ વર્ષીય બાળકી ના પેટ માંથી આશરે 510 ગ્રામ વજન ધરાવતું વાળનું ગૂંચળું જોવા મળ્યું હતું. જેના કારણે સૌ કોઈ હેરાન રહી ગયા હતા. જો વાત આ બાળકી અંગે કરીએ તો તેનું નામ રીંકુબા જાડેજા જો વાત બાળકીની ગંભીર બીમારી અંગે તો છેલ્લા ઘણા સમયથી બાળકી ટ્રાયકોબ્રેજા નામની બિમારીથી પીડાઈ રહી હતી જો વાત આ બીમારી અંગે કરીએ તો તેમાં વ્યક્તિ પોતે જાતેજ પોતાના માથાના વાળ તોડીને ખાતા હોય છે.
જેના કારણે વ્યક્તિના પેટમાં વાળનો જથ્થો એકઠો થઇ જાય છે આવુજ કઈંક રીંકુ સાથે પણ થયું. તેને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુ:ખાવા ની ફરિયાદ હતી જે બાદ માતા પિતા દ્વારા તેને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવવામાં આવી હતી. જ્યાં સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવ્યા બાદ પેટમાં વાળનું ગૂંચળુ હોવાનું માલૂમ પડ્યુ હતું. જે બાદ 45 મિનિટ સુધી ઓપરેશન કર્યા પછી 510 ગ્રામ વજનનું વાળનું ગૂંચળુ બહાર કાઢવામાં આવ્યુ હતું. ડોકટર ના જણાવ્યા અનુસાર દર એક લાખે એક વ્યકિતને આવી બિમારી જોવા મળતી હોય છે