આ કારણે વિનોદ મરાઠી એ પરીવાર ના ચાર સભ્યો ની હત્યા કરી નાખી હતી ! પ્લાન એવો બનાવ્યો હતો કે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી હત્યા ના જે બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે સમાજ માં અસુરક્ષાની ભાવના વ્યાપી ગઈ છે માનવી જાણે તેની માણસાઈ ભૂલતો જઈને રાક્ષસ વૃતિ વાળો બનવા લાગ્યો હોઈ તેવું લાગે છે. વ્યક્તિ માં સમજણ શક્તિ અને સહન શક્તિ નો અભાવ જોવા મળે છે જેના કારણે રોજ હત્યા ના કિસ્સાઓ સાંભળવા માં આવે છે. સામાજિક, પ્રેમ, ચોરી અલગ અલગ કારણોસર એક વ્યક્તિ બીજી વ્યક્તિ નો જીવ લેતા જરા પણ વિચારતો નથી.
આપણે સૌ જાણીએ છીએ કે આવોજ એક બનાવ કાલે અમદાવાદથી સામે આવ્યો હતો કે જ્યાં એકજ પરિવાર ના ચાર લોકો ના મૃત દેહ મળી આવ્યા હતા આ હત્યા ચાર દિવસ પહેલા થઇ હતી જેના કારણે મૃત દેહ કોહવાઈ ગયા હતા. જો વાત હત્યા ની આ ઘટના અંગે કરીએ તો અમદાવાદ ના ઓઢાવ વિસ્તારમાં આવેલ વિરાટ નગર પાસે આવેલી એક સોસાયટી માં એક જ પરિવાર ના એક સાથે ચાર લોકો ની હત્યા કરવામાં આવી હતી.
ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સાથળે પહોચી હતી અને આરોપીની તપાસ શરુ કરી હતી. જે બાદ માત્ર ૪૮ કલાક ની અંદર જ પોલીસ દ્વારા હત્યા ના આરોપી ને પકડી પાડવામાં આવ્યો છે. જો વાત આરોપી અંગે કરીએ તો તેનું નામ વિનોદ ગાયકવાડ છે કેજે મૃતક સોનલ નો પતિ છે. જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો આરોપી ને પત્ની ના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી જેના કારણે તેમના ઝઘડા થતા હતા.
આ શંકા ને કારણે પતિએ પોતાની જ પત્ની નું કતલ કર્યું. હાલમાં આરોપી પોલીસ ની પકડ માં છે પૂછતાછ માં માલુમ પડ્યું કે એક દિવસ વિનોદે ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની સોનલ ને ઘા જીકી હત્યા કરી જે બાદ દીકરા ગણેશ અને દીકરી પ્રગતિને પણ તિક્ષ્ણ છરાના ઘા મારી ઉપરાંત વડસાસુ સુભદ્રા બહેને પણ હત્યા કરી હતી. જો કે આરોપી નો ઈરાદો ચાર નહિ પરંતુ પાંચ લોકોનો જીવ લેવાનો હતો આ માટે તેને પોતાની સાસુ ને પણ બોલાવ્યા હતા.
અને તેમના પર પણ હુમલો કર્યો હતો પરંતુ સાસુ ને જીવતા જવા દીધા હતા અને સાસુને તેમના ઘરે ઉતારી પોતે સુરત જતો રહ્યો હતો. સુરતથી અમદાવાદ એસટી સ્ટેન્ડ પર પરત આવી ત્યાંથી ઈન્દોર ગયો હતો. જો કે અહી આશ્ચર્ય ની વાત એ છે કે આખરે તેણે સાસુ ને શા માટે છોડી દીધા ઉપરાંત સાસુએ હુમલા અંગે પોલીસ ને જાણ કેમ ના કરી જયારે હત્યા ને લઈને વિનોદ ના સાસુને પ્રસન પૂછવામાં આવ્યા ત્યારે તેઓ પરિવાર ના લોકોની હત્યા અંગે નથી જાણતા તેવી માહિતી આપી હતી. જે ઘણા પ્રસન ઉભા કરે છે જો કે જયારે આરોપી એમપીથી ગુજરાત તરફ પરત આવી રહ્યો હતો ત્યારે આ અંગે જાણ થતા પોલીસ દ્વારા તેને દાહોદ-એમપી બોર્ડર પરથી પકડી લીધો હતો