મોરારી બાપુનો જન્મ સૌરાષ્ટ્ર ના આ ગામ મા થયો હતો ! આજે પણ મોરારી બાપુની એવી અનેક વાતો જે લોકો નથી જાણતા
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત સદીઓથી સાધુ સંતો અને ભક્તોની ભૂમિ રહી છે ભારતમાં અનેક વિદ્વાનો અને સંતો એ જન્મ લઈને આ પાવન ધરાને પુણ્યશાળી બનાવી છે આવા સંતો કોઇપણ જાતનો ભેદ-ભાવ રાખ્યા સિવાય મનુષ્ય ધર્મ માટે લોકોને એક કરવા લોકોમાં પ્રેમ ફેલાવવા પ્રભુભક્તિ કરવા અને સમાજમાં શાંતિ સ્થાપવા માટે સમય સમય પોતાના વિચારો રજૂ કરતા હોય છે
લોકો પણ આ સંતોની વાણીને સાંભળે છે અને તેનું અનુકરણ કરે છે આ સંતો નિસ્વાર્થ ભાવે પોતાના જીવની પરવા કર્યા વિના સમાજ કાર્યકર્તા હોય છે આપણે આવા જ એક પ્રખર સંત વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના ઉપદેશોથી અને તો લોકોના જીવનને બદલી નાખ્યા છે તથા સમાજમાં પ્રભુભક્તિ ફેલાવવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.
આપણે અહીં પરમ પૂજ્ય સંત મોરારી બાપુ વિશે વાત કરવાની છે આપણે સૌ તેમની કથા નો રસ પાન કરીને ધન્યતા અનુભવિએ છિએ જો કે આપણે અહીં અમુક એવી પણ વાતો જણાવશુ જેના વિશે અમુક જ લોકો ને ખ્યાલ હશે તો ચાલો આપણે આપણા લેખ ની શરૂઆત કરીએ.
સૌ પ્રથમ જો વાત મોરારી બાપુ ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે મોરારી બાપુનો જન્મ 1946 માં 25 સપ્ટેમ્બર ના રોજ મહુઆ પાસે આવેલા તલગાજરામા એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ પ્રભુદાસ હરિયા છે જ્યારે તેમના દાદા નું નામ ત્રિભુવનદાસ છે.
જણાવી દઈએ કે બાપુ ના દાદાને રામાયણ માં ઘણી શ્રદ્ધા હતી. જેના કારણે બાળપણ માં રોજની 5 ચોપાઈ યાદ કરવા બાપુ ને તેમના દાદાએ કહ્યું હતું આજ કારણ છે કે મોરારી બાપુ ને આખું રામાયણ કંઠસ્થ છે જાણાવિ દઈએ કે તેઓ અભ્યાસ માટે તલગાજરા થી મહુઆ તે પગપાળા જતા હતા.
જે બાદ મોરારી બાપુ એ ડીગ્રી મેળવ્યા પછી જૂનાગઢની શાહપુર કોલેજ માં શિક્ષક તરીકે શરૂઆત કરી જે બાદ તેઓ પારેખ સ્કૂલ માં બધાં વિષય ભણાવતા થયા એમને સારા સારા વક્તા ના ભાષણ સાંભળી અને ઘણાં એવા અધ્યાપક ગુરુ ને ભેટ કરી હતી.
જણાવી દઈએ કે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ મોરારી બાપુએ દાદાજીને જ ગુરુ માની અને પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ ના રોજ વર્ષ 1960માં રામાયણ નો પાઠ કર્યો હતો બાળપણથી જ બાપુ રમાયણ માં લીન રહેતા હતા. જો વાત મોરારી બાપુ ના કથા જીવન ના સફર વિશે વાત કરીએ તો જણાવી દઈએ કે મહુઆ થી નીકળ્યાં બાદ વર્ષ 1966માં બાપુએ 9 દિવસ ની રામકથા ની શરૂઆત કરી.
તેઓ નગબાઈ નવા પવિત્ર સ્થળ ગાંઠિયામાં રામફલકદાસજી જેવા સંત સાથે મળીને મોરારી બાપુ ફક્ત સવાર કથા પાઠ કરતા જ્યારેબપોરે ભોજન ની વ્યવસ્થા માં લાગી જતા જો વાત મોરારી બાપુ ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે મોરારી બાપુ ના લગ્ન નર્મદા દેવી સાથે થયા છે. જણાવી દઈએ કે બાપુને સંતાન માં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.
મોરારી બાપુ અંગે લોકોને ધારણા છે કે આટલા મોટા કથાકાર હોવાથી તેઓ કથા માટે ઘણા પૈસા લેતા હશે તો જણાવી દઈએ કે શરૂઆત માં બાપુ પરિવાર ના પોષણ માટે કથા માથી મળતું દાન સ્વીકારતાં હતા. જોકે વર્ષ 1977 થી બાપુએ કોઈ પણ પ્રકારનું દાન ના લેવાનો પ્રણ લીધો હતો
જો વાત બાપુ ના ખભા પર જોવા મળતી કાળી શાલ વિશે કરીએ તો જણાવી દઈએ કે આ શાલ ને લઈને ઘણી વાતો થાય છે અમુક લોકોનું માનવું છે કે કાળી કમળી સ્વયં હનુમાનજી એ પ્રકટ થઈને પ્રદાન કરી છે તો અમુક તો એવું પણ કહે છે કે આ કાળી કમળી તેમને જૂનાગઢ ના કોઈ સંત એ આપી છે.
જો કે પોતાની શાલ ને લઈને મોરારી બાપુ કહે છે કે તેમને કાળો રંગ પસંદ છે માટે આ શાલ રાખે છે. જણાવી દઈએ કે આખા વિશ્વ માં લોકો મોરારી બાપુ ને ઘણા માને છે અને તેમની વાતો નું ખાસ આદર કરે છે જો કે દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવાર માં પણ બાપુ નું ખાસ માન છે.
જણાવી દઈએ કે જ્યાંરે જામનગરની ખાવડી નામક સ્થાન પર રિલાયન્સ ની ફેકટરી નું શુભારંભ કર્યું ત્યારે સ્વં ધીરુભાઈ અંબાણી દ્વારા મોરારી બાપુ ને ખાસ આમંત્રણ આપવામા આવ્યું અને તેમની કથા અને પાઠનુ પણ આયોજન કરાયું હતું. આ સમયે આટલી દૂર કામે આવતા લોકોના ભોજન ને લઈને જ્યાંરે બાપુએ ચિંતા વ્યક્ત કરી ત્યારથી અહીં રિલાયન્સ કંપની દ્વારા એક ટાઈમનું ભોજન આપવાની શરૂઆત થઈ છે. આ પરંપરા આજે પણ કાયમ છે.
પોતાની વાત ને સરળતા થી સમજાવ્વા માટે બાપુ સેર અને સાયરી નો પણ ઉપયોગ કરે છે જણાવી દઈએ કે વર્ષ 1976 માં બાપુની પહેલિ વિદેશ કથા યોજાઈ હતી કે જે નૈરોબિ માં હતી. અત્યાર સુધીમાં બાપુએ 823 થી વધારે કથાનું પઠન કરી ચુક્યા છે.