કોરોના નવા લક્ષણ આવ્યા સામે! જો તમને આવી તફલિકો થતી હોય તો જરૂએ ટેસ્ટ કરાવો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે, હાલનાં સમયમાં કોરોના અનેક લક્ષણો સામેં આવી રહ્યા છે, ત્યારે ચાલો આપણે જાણીએ કે કયા લક્ષણો છે જે હાલમાં દર્દીઓમાં નવા જોવા મળે છે.
એક નવા રિપોર્ટમાં કોરોના વાયરસના નવા લક્ષણ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કોરોના સંક્રમણ થવા પર દર્દીના પ્લેટલેટ્સ અચાનક ઘટી જાય છે અને તેને ખૂબ જ વધારે થાક લાગે છે. જ્યારે તાવ અને શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો બાદમાં જોવા મળે છે. આ શરૂઆતી લક્ષણોને ધ્યાનમાં ન લેવા ઘાતક સાબિત થઇ શકે છે.
દરેક વાયરલ ઈન્ફેક્શનમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટે છે. માટે થાક લાગે તો તેને ઈગ્નોર કરશો નહીં અને કોરોના ટેસ્ટ કરાવો. કોરોનાના લક્ષણ ઈન્ફ્લૂએન્ઝા જેવા જ હોય છે, પણ હવે ડાયેરિયા, આંખો લાલ થવી અને થાક જેવા નવા લક્ષણો સામે આવ્યા છે. શરીરમાં આ લક્ષણ દેખાતા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ.
RML ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડૉ. વિક્રમ સિંહ કહે છે, થાક અને અસ્વસ્થતા વાયરલ ફીવરના લક્ષણ છે. કોરોના પણ એક પ્રકારનો વાયરલ છે. જેમાં લોકોને તાવની સાથે આ બંને મહેસૂસ થાય છે. સામાન્ય રીતે એક વ્યક્તિના પ્લેટલેટ કાઉન્ટ 1.5 થી 4.5 લાખ બ્લડ પ્રતિલીટર હોય છે. પણ ઘણા કેસોમાં તે 75000થી 85000 પ્રતિ લીટર સુધી જતા રહે છે. ઘણીવાર ડેંગ્યૂ કે અન્ય બીમારીના દર્દીની ભૂલથી પણ પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે. અમારી સલાહ છે કે, જો કોઇ વ્યક્તિને થાક કે અસ્વસ્થ મહેસૂસ થાય છે તો તેમણે તરત કોરોના ટેસ્ટ કરાવવો.