Gujarat

ગુજરાતી ગીત “ખારવો ખલાસી” ને આખા ભારતમાં પ્રખ્યાત કરનાર આદિત્ય ગઢવી છે આ ગામના ! ખુબ ઓછા લોકો જાણે છે કે તે આ ગુજરાતી ગાયક ના પુત્ર છે…

ગુજરાતી લોક ગાયક કલાકારોની યાદીમાં આદિત્ય ગઢવીનું નામ મોખરે આવે છે. યુવા પેઢીઓમાં લોકપ્રિય ગણાતા આદિત્ય ગઢવીના જીવન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આમ પણ ગુજરાતી સિનેમા અને સંગીતની દુનિયા સાથે જોડાયેલ ઘણા એવા કલાકારો છે, જેમાં પરિવાર વિશે સૌ કોઈ અજાણ જ હશે. આદિત્ય ગઢવીના પિતા પણ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગઢવી પરિવારનો મૂડી સ્ટેટ સાથે ખાસ સંબંધ છે.

આજે અમે આપને આદિત્ય ગઢવીનાં જીવન સાથે જોડાયેલ તમામ વાતો અમે જણાવીશું. આદિત્ય ગઢવી રાતોરાત લોકપ્રિયતા નથી મેળવી પરંતુ તેમને પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંઘર્ષ કરેલ ત્યારે આ લોકપ્રિયતા હાંસિલ કરી છે. આ કોઈ સામાન્ય વાત નથી. આદિત્ય ગઢવીએ એ સંગીત ક્ષેતે પોતાની સફળ કારકિર્દી બનાવી તેની પાછળ ખૂબ જ પરિશ્રમ રહેલ છે. એમના પિતા લોકપ્રિય કલાકાર હોવા છતાં પણ તેમને પોતાના પિતાના નામથી નહીં પણ આપમેળે ઓળખાણ મેળવી.

તમને સૌ કોઈને જાણીને આશ્ચય થશે કે,આદિત્ય ગઢવી સુરેન્દ્રનગરના મૂળી ગામના છે. મહત્વની વાત એ છે કે, તેમના  જ પૂર્વજો એટલે કે તેમના પિતા યોગેશ ગઢવીના દાદાજી શિવદાસજીમૂળી સ્ટેટના રાજકવિ હતા.પિતા અને તેમના પૂર્વજોને સંગીત વારસામાં જ મળેલ આ કારણે જ નાનપણથી જ આદિત્યનો સાહિત્ય અને સંગીત સાથે નાતો હતો. ચાર થી પાંચ વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી.  આમ પણ કહેવાય છે ને કે, કેટલીક વસ્તુઓ વ્યક્તિઓને જન્મતાની સાથે જ મળે છે, જે પોતાની ગળગુથીના જ સંસ્કારો હોય છે.

આદિત્ય ગઢવી નો જન્મ 3એપ્રિલ 1994માં થયેલ અને સંગીત  આદિત્યને પિતા યોગેશભાઈ ગઢવી પાસેથી વારસો મળ્યો જ્યારે તે નાના હતા ત્યારે. હાર્મોનિયમ પણ જાતે જ વગાડતા શિખ્યા. પિતાને સાંભળીને શીખવાનો પ્રયાસ કરતા. પોતાના જીવનકાળમાં ખૂબ જ સંઘર્ષ કરીને સંગીત સાથે સારો એવો સંબંધ બાંધ્યો. લોકગાયક ગુજરાતના વિજેતા બનવું આદિત્યના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યું.

હાલમાં  આદિત્ય લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરે છે.તેમણે ગાયેલા ફૉક ફ્યૂઝન ખૂૂબ જ લોકપ્રિય થયા છે. આજે તેઓ ફિલ્મોમાં લોકપ્રિય ગીતો આપી ચુક્યા છે. 18 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી વધુ ટીઆરપી મેળવનાર શો “લોક ગાયક ગુજરાત”નો. શો “લોક ગાયક ગુજરાત” જીત્યા પછી, ગઢવીએ સમગ્ર ગુજરાતમાં તેમજ હોંગકોંગમાં ગુજરાતી લોકસંગીત રજૂ કર્યું. ગઢવીએ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાનો અવાજ આપ્યો હતો

આ પરેડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાઈ હતી., તેમજ અન્ય હજારો મહેમાનો. A .R સાથે પરફોર્મ કર્યું . રહેમાન માં પોતાના જીવંત પ્રયોગોમાં ગાયક ટેકો તરીકે દુબઇ , વડોદરા , વગેરે ગઢવી સાથે કામ કર્યું છે એ આર રહેમાન પર બોલિવૂડ ફિલ્મ ‘ હમ દિવાના દિલ ‘. તેણે ઘણા લાઇવ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું છે અને જ્યારે નવરાત્રિ ઇવેન્ટ્સની વાત આવે છે. ત્યારે તે ખૂબ જ લોકપ્રિય છે.

આ સિવાય  તે ‘ શરતો લાગૂ ‘, ‘ હેલ્લારો ‘ અને ‘ લવ ની ભવાઈ’ જેવી અન્ય ઘણી હિટ ફિલ્મો માટે લોકપ્રિય છે . બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દાંડિયા પરફોર્મ કર્યું છે ગઢવી જ્યારે નવરાત્ર પર્વ પર “ડાકલા” ગીત રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમના ગીત પર. ખરેખર આદિત્ય ગઢગીએ ઉમદા ગાયક કલાકાર છે અને પોટણીએ આવડત થકી અને પિતા પાસે મળેલ વારસા થકી પોતાનું નામ બનાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!