પોઝીટીવ સમાચાર :-103 વર્ષ ના દાદા એ કોરોના એ 8 દીવસ મા હરાવ્યો
હાલ આરે બાજુ એ કોરોના નો ડર ફેલાયો છે અને પોઝીટીવ આવ્યા બાદ ગભરાઈ જતા હોય છે ત્યારે મોરબી થી ખુબ સારા પોઝીટીવન્યુઝ મળ્યા છે.
મોરબી ના જીવરાજભાઈ અઠવાડીયા પહેલા જ કોરોના સંક્રમીત થયા હતા તેમ ના મજબૂત મક્કમ ઈરાદા પાસે કોરોના એ પણ હાર માનવી પડી હતી અને દાદા માત્ર 8 દીવસ મા જ સાજા થય ગયાં હતા.
જીવરાજભાઈ ગડારા ની વાત કરીએ તો તેવો મોરબી ના આમરણ ગામ ના રહેવાસી છે અને 103 વર્ષ ના છે થય શકી ત્યા સુધી ગૌશાળા મા સેવા પણ આપી હતી. થોડા દિવસ પહેલા સામાન્ય લક્ષણ દેખાતા રીપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યા બાદ ડોક્ટર ની સલાહ મૂજબ ની દવા અને મજબુત મનોબળથી તેમણે કોરોના ને હરાવ્યો હતો.