Gujarat

મોત નો વિચિત્ર સંજોગ ! ત્રણ વર્ષ પહેલા જે જગ્યાએ અને જે તારીખે જીવ બચ્યો હતો ત્યાર જ જીવ ગયો….

જીવનના દ્વારે મોત ક્યારે આવીને ઊભી જાય છે, એ કોઈ નથી જાણતું. આમ પણ કહેવાય છે ને કે, વિધાતા એ લખેલ લેખ પર કોઈપણ મેખ મારી શકતું નથી. હાલમાં જ મોતની એક વિચિત્ર ઘટના ઘટી. એક યુવકનો ત્રણ વર્ષ પહેલાં જ જે જગ્યા   જીવ બચ્યો હતો, એજ જગ્યા એ તેનું મોત નીપજ્યું. ચાલો આ વિચિત્ર ઘટના વિશે વધારે માહિતી મેળવીએ.

આ ઘટના છે, મધ્યપ્રદેશના નાગદા-જાવરા સ્ટેટ હાઇવેની. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શુક્રવારે રાતે હાઈવે પર ગંભીર અકસ્માત થયો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા આ જ સ્થાન અકસ્માત થયો હતો. ઉજવણી કરવા માટે કેશવ દોસ્ત રાહુલની સાથે ફરવા નીકળ્યો હતો. કેશવ સૂરજસેઠ માંગલિક પરિસરની નજીક આવેલી  એવ્હરફ્રેશમેન્ટની દુકાન પર સેલ્સમેન તરીકે કામ કરતો હતો.

કેશવે ગુરુવારે તેની તબિયત ખરાબ હોવાનું કહીને રજા લીધી હતી. શુક્રવારે પણ આખો દિવસ દુકાનો આવ્યો નહોતો. મોડીરાતે તેનો અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે. બંને યુવકને ઝડપથી આવતી આઈશરની ટક્કર વાગતી દેખાય છે.પરિવાર પાસેથી મળેલી માહિતી અનુસાર, ત્રણ વર્ષ પહેલા 22 એપ્રિલના દિવસે રાહુલનો અકસ્માત થયો હતો.

યુવકની નવી જીંદગીની ઉજવણી કરવા કેશવ દોસ્તને સાથે લઈને ગયો હતો. ઉજવણી કરીને પરત આવતી વખતે રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. સૂત્ર બાઈકને ટક્કર માર્યા પછી ડ્રાઈવરે ગાડી રોકી નહોતી. અકસ્માતને છુપાવવા માટે ડ્રાઈવર બાઈપાસ રોડ સ્થિત નખરાલી ઢાબા પર પહોંચ્યો અને આઈશર પરના લોહીના ડાધાને પાણીથી ધોયા હતા. પછીથી આઈશરને અન્ય વાહનોની વચ્ચે મૂકીને અને ક્લીનરને ગાડીમાં છોડીને તે ભાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!