7 વર્ષની ઉંમરે બાળકે એવું કામ કરી બતાવ્યું કે, મોટા લોકો માટે પણ અશક્ય…
આજના સમયમાં અનેક એવી ઘટનાઓ બને છે, જે ખૂબ જ સરહાનીય અને લોકો માટે પ્રેરણાદાયી બને છે. આપણા હિન્દૂ ધર્મમાં અનેક એવા રીતિ રિવાજો છે, જેના સાથે ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. હાલમાં એક બાળકે એક એવું કાર્ય કર્યું જે ખૂબ જ સરહાનીય છે. ગુજરાતની માતા ગણાતી નર્મદા નદીનું મહત્વ આપણે જાણીએ છે. જે રીતે ગિરનારની દર વર્ષે લીલી પરીક્રમા યોજાય છે. એવી જ રીતે માતા નર્મદા નદીની પણ દર વર્ષ પરિક્રમા યોજાય છે.
આ પરીક્રમામાં અનેક શ્રધ્ધાળુઓ જોડાઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના 7 વર્ષના ભવ્ય રાજે પગપાળા 17 કિમીની પરિક્રમા પૂર્ણ કરીને ખૂબ જ નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે. ખરેખર આ બાળકે આવડી ઉંમરે આવું સદ્દકાર્ય કર્યું છે, તે ખૂબ જ સરહાનિય છે. 31 માર્ચ 2022 ફાગણ વદ અમાસ થી શરૂ થયેલ નર્મદા જીલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થયેલ. એક મહિના સુધી ચાલનાર આ પુણ્યશાળી પરીક્રમા 30 એપ્રિલ 2022 ચૈત્ર વદ અમાસ ના રોજ પૂર્ણ થશે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ભાલોદ ગામના 7 વર્ષીય ભવ્યરાજસિંહ બારોટે નાની ઉંમરે ત્રીજી વાર 17 કી. મી ની પરીક્રમા પૂર્ણ કરી છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહીની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનુ વિષેશ મહત્વ હોય છે. આ યાત્રા રાજપીપળાના માંગરોળ થી નર્મદા પરીક્રમાં શરૂ થાય છે.
ભાલોદ ગામનાં ભવ્યરાજસિંહ રણજીતસિંહ બારોટ તેમના પરિવાર સાથે ૪ વર્ષની ઉમરમાં પહેલી વાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી અને આ વખતે ત્રીજીવાર 17 કિલો મીટર ચાલીને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે અને ધન્યતા અનુભવી હતી.આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલો મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. નર્મદા નદી એ ગુજરાતની જનની છે, જે મા રેવા તરીકે પણ ઓળખાય છે.