100 રૂ.માં વેચાતા કોરોનામાં અમૃત સમાન નાળિયેરનાં ગુણો જાણો પીવાથી શું ફાયદો થાય છે શરીરને!
હાલની કોરોનાની મહામારી મોંઘવારી પણ બહુ વધી છે અને ખાસ કરીને દર્દીઓ માટે નાળિયેર અને લીબૂ નાં જ ભાવોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે અને આમ પણ અર્થ શાસ્ત્ર ન નિયમ મુજબ માંગમાં વધારો થતાં બજાર કિંમત વધે છે. હાલમાં કોરોના દર્દીઓને નાળીયેર પાણી પીવાનું સુચવામાં આવે છે ત્યારે જે નાળિયેરના ભાવ 20 થી 35 સુધી હતા એ આજે 80 થી 100 નાં વેચાઈ રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે એવા તે શું ગુણ છે નાળિયેરમાં કે, તે અમૃત સમાન બની ગયું છે.
નાળિયેર પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા સ્ત્રોતો રહેલા છે. નારિયેળ પાણીમાં રહેલા સ્ત્રોતો આરોગ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે. જેને જાણીને તમે ચોંકી જશો.
નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેના કારણે હ્રદય સાથે જોડાયેલી બિમારીઓથી ખતરો ઓછો રહે છે.નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ફાઈબર હોય છે જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જેનાથી ઈન્સ્યુલિનની સંવેદનશીલતામા પણ સુધારો થાય છે.
નારિયેળનું પાણી તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઈ શકે છે. વર્કઆઉટ બાદ શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં તે ખૂબ ઉપયોગી થાય છે.નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે. જે સોડિયમના નેગેટિવ અસરને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવા માટે પણ મદદ કરે છે.
નારિયેળ પાણીમાં ‘સૈાઈટોકાઈનિંગ’ હોય છે જેમાં શરીરને સ્ફૂર્તિ ભર્યું રાખવાનો ગુણ ધરાવે છે. દરરોજ નાળિયેર પાણી પીવાથી શરીરને હાઇડ્રેટેડ અને જરૂરી ગ્લુકોઝ મળે છે.નારિયેળ પાણી પીવાથી સ્કીનમાં ગ્લો આવે છે અને ખીલની સમસ્યા દૂર થાય છે.