Gujarat

જુનાગઢ ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતી બાપુ રહસ્યમય રીતે ગુમ થયા, લેખિત પત્ર અને વીડિયો સામેં આવતા ચકચાર મચી ગયો…

હાલમાં જ ભારતી આશ્રમના સાધુ મહામંડલેશ્વર અંગે ચોંકાવનારી વાત સામે આવી છે. ત્યારે ખરેખર આ સમાચાર હાલમાં સાધુ સંતોમાં ચર્ચાનો વિષય અને અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હાલમાં જ ન્યૂઝ18 દ્વારા મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, ભારતી આશ્રમના સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા અને ગુમ થતા પહેલાનો વીડિયો વાયરલ થયો છે તેમજ એક પત્ર પણ બહાર આવ્યો છે, જેમાં સાધુ જ હરિહરાનંદ પોતાની આપવીતી જણાવી છે.

મહામંડલેશ્વર 1008 પૂ.સ્વામી ભારતીજી મહારાજ બ્રહ્મલીન થતા ઉત્તરાધિકારીની ચાદરવિધિ સ્વામી વિશ્વંભર ભારતીબાપુની હાજરીમાં કરાઇ હતી. પ.પૂ.મહંત હરિહરાનંદ ભારતીબાપુ તથા મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતીબાપુની ચાદરવિધિ યોજાઈ હતી. જોકે કલ્યાણાનંદ ભારતીબાપુની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે સરખેજ આશ્રમનો વહીવટ તથા વીલ મહંત હરિહરાનંદ ભારતીબાપુને નામે કર્યો હતો.

ત્યારે હાલમાં જ ચોંકાવનાર માહિતી સામે આવી છે કે, સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થઇ ગયા છે. વડોદરાનાં વાડી પોલીસ મથકે કેવડિયાના પરમેશ્વર સ્વામીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ગુમ થતાં પહેલા સાધુએ એક વીડિયો બનાવ્યો હતો. જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો ગુમ થયા પહેલા બનાવ્યો હોવાનું માનવમાં આવી રહ્યુ છે. વાયરલ વીડિયો તથા પત્રમાં ભારતી આશ્રમ સરખેજના વિવાદથી કંટાળ્યો અને ખોટી રીતે હેરાન કરાયો હોવાનો હરિહરાનંદ બાપુએ આરોપ લગાવ્યો છે.

બાપુએ પત્રમાં આપવીતી જણાવતા કહ્યું કે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો. એક વર્ષથી અમારા ગુરૃજી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી થી વિવાદ શરૂ થયો અને સતત શરૂ જ છે. આશ્રમ માગે છે. વિલ મારા નામનું હતું. સામે ફ્રોડ વિલ બનાવ્યા. મને ખુબ દબાણ કરવામાં આવ્યુ દબાણપુર્વક ઘણા યેનકેન પ્રકારે મારા ઉપર કીચડ ઉડયા અને ઉડાડે એવા માણસોને તૈયાર કર્યા. . હું હવે કંટાળી ગયો છું અને કંટાળીને મે આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડીને નીકળી જાઉં’ ખરેખર આ ઘટનાં સામે આવતા જ સાધુ સમાજમાં ચકચાર મચી ગયો.

જૂનાગઢ સહિત રાજ્યમા પાંચ સ્થળે ભારતી આશ્રમ આવેવા છે. અહીંના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ તારીખ 30મી એપ્રિલ શનિવારની રાત્રે ગુમ થયા છે. તેઓ વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવા પાછળ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમનો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જ્યારથી બાપુની મહંત પદે નિયુકતી થઈ ત્યારથી વિવાદ શરૂ થયો છે.

આપણે જાણીએ છે કે આ વર્ષે યોજાયેલ શિવરાત્રી મેળામાં ઇતિહાસ રચાયો હતો. સનાતન ધર્મમાં સાધુઓનું ખૂબ મહત્વ છે અને સાધુઓમાં મહામંડલેશ્વરનો દરજ્જોએ વધુ મહત્વનો છે કોઈપણ અખાડાના સાધુઓને મંડલેશ્વરનો દરજ્જો આપવો હોય તો તેની વિધિ આજ સુધી કુંભ મેળાઓમાં થતી હતી હવે આ વિધિ-વિધાન સાથે જુનાગઢ જૂના અખાડાના ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતી બાપુને આ પદવી ૧૦૦૮ આચાર્ય અવધેશાનંદજી તથા સાધુ સંતોના મુખ્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર જૂનાગઢમાં મહામંડલેશ્વરનો સાધુઓને દરજ્જો આપવાની વિધિ જૂનાગઢના ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે યોજાઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!