સ્વસ્થ થયા પછી મહેશ સવાણી ભાઈ આ ખુબસુરત સ્થાને ફરવા નીકળી ગયા, જુઓ મહેશભાઈ સવાણીની મોજ…
હાલમાં ઉનાળોની મોસમ ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ દેશ વિદેશોમાં ફરવા જઇ રહ્યા છે, ત્યારે સૌ કોઈ પોતાની યાદગાર પળોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ માર્ચ મહિનાનાં શરૂઆત થી જ ગુજરાતી કલાકારો ફરવા માટે ગયેલ હતા, ત્યારે હવે ફરી એકવાર ગુજરાતનાં લોકપ્રિય વ્યક્તિ અને સુરતના મોભી ગણાતા મહેશભાઈ સવાણી હાલમાં મનાલી ફરવા માટે ગયેલ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશ સવાણી દ્વારા તેમના સોશિયલ મીડિયામાં દરેક ઘટના અંગેની માહિતી વ્યક્તિગત ને લોકોને ઉપયોગી શેર કરવામાં આવતી હોય છે.
હાલમાં જ છેલ્લા બે દિવસ થી મહેશ સવાણી મણાલીમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. વ્યસ્ત જીવન માંથી દરેક વ્યક્તિ એ પોતાના માટે પણ સમય ફાળવવો જોઈએ એ વાત તો આપણે મહેશભાઈ પાસેથી શીખવી જ જોઈએ. તેઓ એક બિઝનેસમેન છે અને સાથોસાથ એક સમાજ સેવક પણ છતાં પણ તેમનું જીવન ખૂબ જ સાદગી ભર્યું છે. આ ફોટોઝ જ્યારે તમે જોશો તો ખ્યાલ આવશે કે કંઈ રીતે મહેશભાઈ સવાણી એક સામન્ય વ્યક્તિની જેમ પોતાનો સમય વિતાવી રહ્યા છે.
ઘણા સમય પહેલા જ મહેશભાઈ સવાણીને હાર્ટ એટેક આવી ગયેલ હતો અને આ પહેલા પણ જયારે તેઓ આપ પાર્ટીમાં હતા ત્યારે ઉપવાસ આદોલન દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એ ઘટના બાદ અંગટકારણોસર મહેશભાઈ એ આપ પાર્ટી છોડી દીધી હતી અને ફરીથી તેઓ એક નેતા માંથી લોકસેવક તરીકેનું જીવન વિતાવી રહ્યા હતા. તયાર્ડ હાલમાં તેઓ મનાલી ફરવા માટે ગયેલ છે, ત્યારે તેમને દરેક તસ્વીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. જ્યાં 8 ડિગ્રી જેટલું તાપમાન છે.
મહેશ ભાઈ સવાણીની સાથે જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા તેમજ જૂનાગઢનાં બિલ્ડર અને પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ ધુલેશિયા પણ તેમની સાથે જ મનાલીમાં આંનદ દાયક પળો વિતાવી રહ્યા છે અને વેકેશનનો અનેરો આંનદ માણી રહ્યા છે. આ વિડિયો અને ફોટોઝ જ્યાર તમેં જોશો તો વિચારમાં પડી જોશો કે મહેશભાઈ જે ક્યારેય પણ આવા અંદાજમાં નથી જોયા.