જો આવુ થયુ હોત તો પટેલ પરીવાર ના પાંચ સભ્યો ના જીવ બચી ગયા હોત ! કન્ટેનર ના ડ્રાઇવરે 1000 રુપીયા બચાવવા માટે…
દિવસે ને દિવસે રોડ અકસ્તમાત ને લઈને અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક કન્ટેનર ના ડ્રાઇવરે 1000 રુપીયા બચાવવા માટે એવી ભૂલ કરી બેઠો કે, એક પરિવારનાં પાંચ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો. ચાલો આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, નવસારીના ધોળાપીપળાના પડઘા પાટીયા પાસે ગઈકાલે કન્ટેનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
આ ગંભીર ઘટનામાં એકી સાથે પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. જેની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પોલીસને જાણકારી મળી હતી કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે ડ્રાઈવરે આ રૂટ પસંદ કર્યો હતો. ખરેખર આવી ભૂલ આપણે પણ સામાન્ય રીતે કરતા હોય છે, ક્યારેક ટોલ નાકાથી બચવા માટે અવળા રસ્તા પકડી લેતા હોય છીએ જેનું ક્યારેક ગંભીર પરિણામ આવે છે.
આ ડ્રાઈવરે માત્ર રૂ1 હજાર જેવી નજીવી રકમના કારણે એક પરિવારોજનો જીવ ગયો. જો કન્ટેનર ચાલકે ટોલ-વે પર જ કન્ટેનર ચલાવ્યું હોત આ ઘટના ના બની હોત પરંતુ કહેવાય છે ને કે, કાળ ક્યાં કોઈને રોકી શક્યું છે. આ ઘટના અંગે જાણીએ તો ગઈકાલે સાંજે 5:30 વાગ્યે નવસારીના ધોળાપીપળા પડઘા પાટીયા પાસે કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે સ્થળ પરથી જ 55 વર્ષીય ડ્રાઈવર સંજય ઠાકુરની ધરપકડ કરી હતી. ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તે 25 વર્ષથી ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે ગઈકાલે કન્ટેનર ટર્ન લેવામાં ગફલત થતાં અકસ્માત થયો હતો.ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા માટે તેણે આ રૂટ પસંદ કર્યો હતો.
સાથે જ મોટાભાગના કન્ટેનર ડ્રાઈવરો ટોલનાકાના પૈસા બચાવવા માટે આ રૂટ પરથી પસાર થતા હોય છે. કન્ટેનર ચાલકે ટોલ બચાવવા માટે જાહેરનામાનો ભંગ કરી આ હાઈવે પર કન્ટેનર ચલાવ્યું હતું.પ્લાસ્ટિકના દાણા ભરેલું કન્ટેનર ઇકો કાર પર પડતા અકસ્માત થયો હતો. ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ભાટિયા ટોલનાકાના 1000 રૂપિયા બચાવવા તેણે આ રોડ પરથી પસાર થવાનું પસંદ કર્યું હતું.આ અકસ્માતમાં ઈકોમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો.
જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઉત્તર પ્રદેશમાં હોવા છતાં પણ મોરારિબાપુનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમજ મોરારીબાપુએ મૃતક દીઠ પાંચ હજાર એમ પાંચ મૃતકોના પરિવારજનોને 25,000 રૂપિયા આપવા માટે તેમણે પોતાના પ્રતિનિધિને મૃતકોના પરિવારને ત્યાં મોકલ્યો હતો.