Gujarat

વર્ષો પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાદ ભાવનગરનાં યુવરાજનાં માથા પર ચકલી આવીને બેસી! જાણો શું રસપ્રદ વાત જોડાયેલ છે આ ચકલી સાથે..

અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમને દિવ્યશક્તિનો તો અનુભવ થાય છે, પરતું સાથોસાથ અલૌકિક શક્તિ કોઈના કોઈ રૂપે સાક્ષાત હાજરી પૂરે છે. હાલમાં જ યુવરાજ જયવિરરાજસિંહની સાથે એવી ચમત્કારી ઘટના બની કે, સૌ કોઈને રાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ આવી ગઇ. ખરેખર આ એજ અત્યંત અનોખી વાત છે કારણ કે આ વાત પર વિશ્વાસ કરવો એ ખૂબ જ કઠિન છે.

હાલમાં સોશિયલ મીડિયામાં આ અંગે અનેક માહિતી વાયરલ થઈ રહી છે, જેનાં દ્વારા જાણવા મળ્યું છે કે યુવરાજના માથા પર ચકલી બેસતા સૌ કોઈને રાજા કૃષ્ણકુમારસિંહજી ની યાદ આવી ગઇ. આ ઘટના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી કે, કંઈ રીતે રીતે આ ચમત્કારી ઘટના બની અને આ ઘટના ક્યાં બનેલી, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,
અનેક વર્ષો પછી ભાવનગરમાં એક એવી ઘટના બની કે, આ દ્રશ્ય જોઈને લોકોને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ યાદ આવી ગઈ. આ ચમત્કારી ઘટના બની છે, શહેરના રૂવાપરી માતાજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રાજવી પરિવાર ના યુવરાજ જયવિરરાજસિંહની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતું.

આવા શુભકાર્યમાં દેવોની હાજરી અચૂકપણે જોવા મળે છે.
આ પૂજામાં પણ એજ ચમત્કારી ઘટનાં બની જેમાં પૂજન વિધિ સમયે એક ચકલી યુવરાજ જયવિરરાજસિંહના મસ્તક પર આવીને બેસી ગઈ હતી. લોક વાયક મુકબ જ્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કોઈ શુભ કાર્ય કરે તે પહેલા તેમના ભાલા પર એક ચકલી આવીને બેસી જતી હતી.

આજે વર્ષો પછી ફરી એકવાર આ ચમત્કારી ઘટના જોવા મળી. આ ઘટના બનતા લોકોનું માનવું છે કે, માતાજીએ ચક રૂપે પ્રત્યક્ષ હાજરી આપી હતી રૂવાપરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ યુવરાજ જયવિરરાજસિંહજીના સિરે ચકલી બેસતા લોકો શ્રદ્ધા સાથે ભાવ વિભોર બન્યા હતા. આમ, ચકલી પણ યુવરાજને આર્શીવાદ આપવા આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!