Gujarat

પા-કિસ્તાનથી બોલું છું… મેં શહેરમાં 5 સ્થળે બો-મ્બ પ્લાન્ટ કર્યા છે : ભાવનગર ના ASP ને કોલ આવ્યો અને પછી..

ગઈ કાલે ભાવનગર ના ASP પર કોઈ અજાણ્યા શખ્સ નો ફોન આવ્યો હતો અને ભાવનગર શહેર ના પાંચ સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવામા આવ્યો છે અને 30 મીનીટ બાદ બ્લાસ્ટ થશે એવુ જણાવતા ભાવનગર પોલીસ કાફલો અને બોમ્બ સ્કવોડ દોડતી થય હતી અને તમામ જગ્યાએ એ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ પરંતુ કોઈ હાથ ન લાગ્યુ અને કોઈ માનસીક રીતે પરેશાન વ્યક્તિએ આ મજાક કરી હતી તેવુ જાણવા મળ્યુ હતુ.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર ગત તારીખ 5-5-2022 ના ભાવનગર શહેર ના ASP સફીન હસન ને કોઈ અજાણ્યા નંબર પર થઈ ફોન આવ્યો હતો અને કહેવામા આવ્યુ હતુ કે ” હું પાકિસ્તાનથી બોલું છું અને મેં ભાવનગરની સર ટી. હોસ્પિટલ, ઘોઘા સર્કલ, વિરાણી સર્કલ, કાળિયાબીડ તથા ગંગાજળિયા તળાવમાં બોમ્બ પ્લાન્ટ કર્યાં છે જે અડધી કલાકમાં બ્લાસ્ટ થશે ”

આવુ જણાવતા શહેરની પોલીસ તથા બોમ્બ સ્કોર્ડ દ્વારા આ પાંચેય સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ પોલીસને કંઈ શંકાસ્પદ હાથ નહી લાગતા પોલીસે રાહત નો શ્વાસ લીધો હતો. જ્યારે મોબાઇલ લોકેશન ના આધારે આ વ્યક્ત ને ભાવનગર ના કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે થી ઝડપી લીધો હતો જે મુળ અમરેલી નો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ હતુ અને તેનુ નામ

મયંક જગદીશભાઈ મહેતા જાણવા મળ્યુ હતુ. પોલીસ તપાસ મા વધુ મા જાણવા મળ્યુ હતુ કે મયંક માનસિક રીતે ડિસ્ટર્બ છે અને મુળ અમરેલી ના ઢસા નો રહેવાસી છે હાલ કાળિયાબીડ મા રહે છે અને કાળિયાબીડ મા ખાનગી હોસ્ટેલ મા  પટ્ટાવાળા તરીકે કામ કરે છે અને જ્યારે પોલીસે પાસે પકડાયો ત્યારે તેની ભુલ સમજાઈ હતી અને ચોધાર આસુએ રડયો હતો અને માફી માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!