આખરે એક વર્ષની ફરાર સુરતનો કુખ્યાત આઝાદ પઠાણ પકડાયો! આટલા ગુન્હાઓ તેની સામે નોંધાયલ છે કે…
સૂરતમાં દિવસે ને દિવસે અનેક પ્રકારની ગુન્હાપ્રવૃત્તિઓનું જોર વધ્યું છે, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ યોગ્ય પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે,સુરતમાં ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક ગુનો દાખલ કરાતા નાસતો ફરતો આઝાદ પઠાણની સુરત પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ચાલો આખરે જાણીએ કે કોણ છે આ આઝાદ જેની પાછળ પોલીસ પડી હતી અને આખરે એક વર્ષ પછી પોલીસના હાથમાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે,સુરત પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તેમજ આ ગેંગના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આ ગેંગનો સાગરિત આઝાદ પઠાણ છેલ્લા એક વર્ષથી ફરાર હતો પરતું ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ આરોપી સામે હાફ મર્ડર અને હથિયાર સાથે ધાડ સહિતના 3 ગુના પણ નોંધાઈ ચુક્યા છે. આરોપીઓને પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આઝાદને પકડવા ખાય તૈયારી કરવામાં આવેલ હતી. પોલીસને જાણવા મળેલ કે તે ગરનાળા પાસે છે.
જેથી પોલીસે તેને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ભૂતકાળમાં તેની સામે લાલગેટ પોલીસ મથકમાં હાફ મર્ડર, કતારગામ અને વરાછા પોલીસ મથકમાં હથિયાર સાથે ધાડનો ગુનો નોંધાયો હતો.સુરતમાં પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ખરેખર આ સુરત પોલીસની સરહાનીય કામગીરી છે.