બાપ દીકરીનો વ્હાલ!દીકરીનું કોરોના થી મૃત્યુ થતાં ત્રીજા દિવસે પિતાએ પ્રાણ છોડ્યા.
ખરેખર હાલમાં દરેક ઘરમાં સ્વજનોની વિદાયની વિલાપ થઈ રહ્યો છે અને સૌ કોઈ કોપ મૂકીને રડી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરિવારની દુઃખદ ઘટના વિશે જણાવવાનું છે. આ કિસ્સો સત્ય છે અને જ્યારે સાંભળશો ત્યારે આંખોમાંથી આંસુઓની ધારા વહેશે. વાત જાણે એમ છે કે, દરેક પિતા માટે તેની દીકરી સૌથી વ્હાલી હોય છે જેમ મા ને દીકરો વ્હાલો એમ પિતાને દીકરી.
રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, કોરોનાના કારણે દીકરીનું મોત થયું હતું. દીકરીના મોતના ત્રણ દિવસ બાદ જ પિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. દીકરીના મોતના ત્રણ દિવસ બાદ જ દીકરીના પિતાનું અવસાન થતાં પરિવાર આભ ફાટી પડ્યું.
આ ઘટના રાજકોટના ગોંડલથી 18 કિલોમીટર દૂર આવેલા શિવરાજ ગઢ ગામનાં. દામજી ઠુંમરની દીકરી સપના ગામમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી હતી. સપનાને કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોનાનો ટેસ્ટ કર્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
23 વર્ષની દીકરી સપનાનું કોરોનાના લીધે આકાળે મૃત્યુ થવાથી તેના પિતાનું પણ ત્રણ દિવસમાં નિધન થયું.દામજી ઠુંમરના પરિવારના સભ્યોએ ત્રણ દિવસના અંતરે પરિવારના બે સભ્યો ગુમાવતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા અને આખા ગામમાં શોક મોજું ફરી વળ્યું હતું.