13 ખુબ ઉપયોગી આયુર્વેદિક ઘરેલુ ઉપચાર પધ્ધતિ જેના થી મળશે અનેક રાહત
• ન્હાવાના પાણીમાં ખાસ કે ગુલાબજળ નાખીને નાહવાથી શરીરમાં ઠંડક લાગે છે.
• દ્રાક્ષના સેવનથી પેટ ની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.
• તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
• જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગર્મી દૂર થાય છે.
• રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવે છે.
• કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખુજલી અને દાદર મટે છે.
• કોપરેલ તેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરતા વાળ અટકે છે.
• રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.
• તજના ભૂકામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
• તલનું તેલ મેદનાશક કહેવાય છે. આથી મેદ ઘટાડવા તલના તેલમાં રસોઈ બનાવી જોઈએ.
• સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા પાણીમાં ખદખદાવી લગાવવાથી રાહત રહેશે.
• દૂધ પીવડાવતી માતાને લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ ખવડાવવાથી ધાવણ આવે છે.
•શિયાળામાં પગમાં પડતા ચિરા કે વાઢિયા પડતા અટકાવવા રાત્રે સૂતા પહેલા પગમાં ગ્લિસરીન અને ગુલાબ જળનું મિશ્રણ લગાડવું.