હિરાના કારખાના મા કારીગર ને ચક્કર આવતા ત્રીજા માળે થી પટકાયો! સમગ્ર ઘટના cctv કેદ , જુવો વિડીઓ
આજ રોજ ભાવનગર શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી અને દુઃખદાયી ઘટના બની છે. આ ઘટના અંગેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હિરાના કારખાનામાં કારીગર ને ચક્કર આવતા ત્રીજા માળે થી પટકાયો! આ સમગ્ર ઘટના cctv કેદ થયેલી જેનો વિડીઓ હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જે દ્ર્શ્ય જોવા મળે છે એ તમને વિચલિત કરી શકે છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે ત્યારે ચાલો જાણીએ કે હાલમાં આ યુવકની તબિયત કેમ છે.
મીડિયા દ્વારા મળેલ રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ હિરાના કારખાનામાં મજૂરી કરતો હીરાઘસરનાર યુવાન કારખાનાના ત્રીજા માળેથી અચાનક જ ચક્કર આવતા અકસ્માતે નીચે પટકાયો હતો. આ તમામ ઘયનની ક્ષણો સીસીટીવીમા કેદ થતા આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતાં જ તમારું હૈયું કંપી ઉઠશે. આ વિડીયોમાં તમે જોશો કે કંઈ રીતે એક જ પળમાં યુવાન ઉપરથી નીચે સીધો પટકાય છે.
આ ઘટના બન્યા બાદ ત્યાં હાજીર લોકોએ તાત્કાલિક તેની સંભાળ લીધી હતી તેમજગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં સૌ કોઈ ચિંતાગ્રસ્ત થઈ ગયેલ. પાલીતાણા તાલુકાના ગામડાઓમાંથી સેંકડો રત્નકલાકારો હિરા ઘસવાની મજૂરી કામ માટે દરરોજ અપડાઉન કરે છે અને કામ કરતા હોય છે પણ આજરોજ આવી દુઃખ ઘટના બનતા સૌ કોઈ શોકમગ્ન બની ગયેલ.
ઇજાગ્રસ્ત થયેલ યુવાન વિશે જાણીએ તો આ યુવાન પણ અન્ય કામકરનાર યુવકો ની જેમ પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામનો હતો અને તેમની ઉંમર 28 વર્ષ હતી. આ યુવાન નું નામ પ્રદિપ ભાવેશભાઈ છે, જે લ પોતાના ગામેથી દરરોજ હિરા ઘસવા માટે પાલીતાણા પોપડા વિસ્તારમાં આવે છે. આજે જ્યારે ઘટના ઘટી ત્યારે પણ રોજની મુજબ આ યુવાન કારખાને આવ્યો હતો. આ દરમિયાન ઈમારતના ત્રીજા માળે પાણી પીવા ઉભો રહ્યો હતો. એ દરમિયાન ચક્કર આવતા આ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.
આ જ કારણે યુવાનના માથામાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ યુવકને સારવાર અર્થે પાલીતાણાના સદ્દવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, હાલમાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવેલ ચડ. ઘટના ઈમારત પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર બનાવની જાણ પાલીતાણા ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે યુવાન જલ્દી થી સ્વસ્થ થઈ જાય.