જીવન મા ખુશ રહેવા માટે રુપીયા કેટલા ઉપયોગી??? ડાયમંડ કીંગ ગોવિંદભાઈ એ એવો જવાબ આપ્યો કે જાણી ને તમે પણ કાન પકડી લેશો…
ગોવિંદ ભાઈ ધોડકિયા એટલે સુરત શહેરના સૌથી ધનિક વ્યક્તિ અને સમાજ સેવક. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગોવિંદભાઈ ધોડકીયા પોતાની સાદગી અને નિખાલસ વ્યક્તિત્વ થી ઓળખાય છે. ત્યારે આજે અમે આપને ગોવિંદભાઈ દ્વાર કહેવામાં આવેલી એક ખાસ વાત વિશે અમે આપને જણાવીશું. આ વીડિયો તેમની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવેલ છે. આ વિડીયાનો .વિષય છે કે, જીવન મા ખુશ રહેવા માટે રુપીયા કેટલા ઉપયોગી ?
આ પ્રશ્નના જવાબ વિશે તમને પણ મુંઝવણ થતી હશે કે, આખરે જીવનમાં સુખી રહેવા માટે શું પૈસા જરૂરી છે? આ પ્રશ્નો જવાબડાયમંડ કીંગ ગોવિંદભાઈ એ આપ્યો કે જાણી ને તમે પણ કાન પકડી લેશો. ચાલો આ રસપ્રદ વાત વિશે અમે આપને વધુ જણાવીએ. એક સેમિનારમાં એક મહિલા ગોવિંદ ભાઈને સવાલ કરે છે કે, સુખી જીવન જીવવા શું પૈસા મહત્વના છે?
આ પ્રશ્ન સાંભળીને ગોવિંદભાઇ ખૂબ જ ખૂશ થઈ ગયા અને તેમને કહ્યું કે, આ તો મારા વિષયનો પ્રશ્ન છે. ગોવિંદભાઇ બોલ્યા, ડોંગરેજી મહારાજ કહ્યું છે કે પૈસા એજ જીવનનું સૌથી મોટું સુખ છે, એ સૌથી મોટું જુઠાણું છે. જીવનમાં પૈસા કમાવવા જોઈએ બે હાથે અને વાપરવા જોઈએ ચાર હાથે. આપણા વેદોમાં પણ લખ્યુ છે કે, પૈસા કમાવવા જોઈએ. હા ખાસ વાત એ કે પૈસા સગવડતા છે પણ સુખ નથી. પૈસા ક્યારેય જીવનમાં સુખ નથી આપતી પણ જીવનની જરૂરિયાત પુરી કરી શકે છે પણ સુખ નાં આપી શકે.
ગોવિંદ ભાઈ એ કહ્યું કે, હું મારું જ ઉદાહરણ આપું તો આજે મારી પાસે અઢળક કિંમતી આલીશાનો કાર છે, જે કંપનીનું નામ બોલશો એ કાર મારી પાસે છે પણ જ્યારે મારું લીવર ખરાબ થયું ત્યારે આ કાર મને સુખ નથી આપ્યું એ તો 6 મહિના સુધી એમ જ પડી હતી પરંતુ મારો પરિવાર અને મારા સ્નેહીજનો અને મિત્રો મારી સાથે જ હતા એટલે પૈસા માત્ર તમારી સગવડતા છે જ્યારે સુખ તો પરિવાર અને તમે જ તમારી પોતાની જાતને આપી શકો છો.