જો તમને કળતર થતી હોય તો આયુર્વેદિક ઉપચાર અપનાવો.
હાલમાં કોરોના છે, ત્યારે ઘણા લોકોને કળતર થાય છે ત્યારે આજે અમે આપને જણાવીશું કે કળતર નાં કારણો શુ હોય તેમજ તેનો ઉપચાર.સ્ટ્રેસ-સતત સ્ટ્રેસ અનુભવતી વ્યક્તિની ભૂખ, પાચન, મેટાબોલિઝમ, હોર્મોન્સનાં સંતુલન, ઈમ્યુનીટી જેવી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અને જૈવરસાયણોમાં વિકૃતિની અસરને પરિણામે અપૂરતું પોષણ, સ્નાયુઓમાં શિથિલતા-સોજા, માથાનો દુખાવો, શ્વાસ ચઢવો, ઊંઘ ન આવવી, હ્રદયની ગતિમાં અનિયમિતતા, બ્લડપ્રેશર વધુ રહેવું પૈકી લક્ષણો-વિકૃતીને પરિણામે અશક્તિ, કાર્યશક્તિમાં ઘટાડો, આળસ, શરીરમાં દુઃખાવો થતો હોય છે.
ભેજવાળા વાતાવરણ, વાદળછાયા વાતાવરણમાં વાયુ પ્રકૃતિનાં વ્યક્તિઓને વાયુકારક ભોજન વગેરેથી પણ કળતર થતું હોય છે.આમ’ પાચન માટે શારીરિક ક્ષમતા હોય તેઓએ ૧ કે ૩ દિવસ સૂંઠ નાંખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી દિવસમાં ૧૨-૧૪ ગ્લાસ પીવું. આ સાથે ખોરાકમાં સાકર નાખેલું ગાયનું દૂધ, કેળા ૧ કે ૨, ખજૂર ૪-૫ નંગ, નારિયેળનું પાણી, દૂધી-પાલક-ગાજર-લસણ-તજ બાફીને ક્રશ કરી બનાવેલા સૂપમાં સિંધવ-મરી ઉમેરી દિવસમાં ૧ થી ૨ વાટકી તાજો બનાવીને પીવો. આ મુજબ ખોરાક હલકો ખાવાથી પાચકાગ્નિ નિયમિત થાય છે. ભૂખ, પાચન, ધાતુપચનની ક્રિયામાં સુધારો થશે.કબજીયાત હોય તેઓએ સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ, એરંડભૃષ્ટ હરડે ચૂર્ણ અથવા દિવેલથી મળશુદ્ધિ કરવી જરૂરી છે.
ત્રણ દિવસ બાદ પણ શરીરમાં ભારેપણું દૂર ન થાય, દહીં, ખટાશ ચાલુ ન કરવી. મગનું પાણી અજમો-હિંગથી વઘારી ૧-૨ વાટકી પીવું. ઘઉંની રાબ ઘી-ગોળ-સૂંઠ-ગંઠોડાવાળી પીવી. નવશેકા પાણીમાં શેકેલા જીરૂનો પાવડર. સિંધવ-સંચળ, ફુદીનાનો રસ નાંખી પીવું. જેમ-જેમ ભૂખ-પાચન નિયમિત થાય તેમ સામાન્ય હલકો ખોરાક ખાવો.