ચોમાસા ને લઇ ને હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી ! ગુજરાત માં 16 અને 17 જૂને વરસાદ……
હાલ ગુજરતમાં ચોમાસા ને લઇ વરસાદનું પ્રી-મોન્સુન ચાલી રહ્યું છે તેમજ અત્યાર સુધી ગુજરતમાં ઘણા જીલ્લાઓમાં ખુબજ વરસાદ પણ વરસી ચુક્યો છે જેવા કે અમરેલી, જામનગર, મહીસાગર, વગેરે. આમ વરસાદ ને લીધે લોકો ને ઉનાળાની આવી કાળઝાળ ગરમી થી રાહત મળતી જોવા મળે છે તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા. તેવામાં હવામાન વિભાગે ખુબજ સારા સમાચાર આપ્યા છે ચાલો તમને વિગતે જણાવ્યે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ એક વરસાદી સીસ્ટમ સક્રિય છે આગામી ૧૬ અને ૧૭ તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર રાજ્ય માં પહોચશે. તેમજ ચોમાસાનું ગુજરાતમાં આગમન થતાજ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. આમ સોંરાષ્ટ્રમાં આગામી ૨ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ વધુમાં મળેલી માહિતી મુજબ ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતમાં પહોચી ગયું છે.
આપણને સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા જોવા મળી રહ્યા છે અને હવે આગામી દિવસો માં ૧૬ અને ૧૭ તારીખે સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોચશે. તેમજ હાલ એક વરસાદી સીસ્ટમ સક્રિય છે અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતવરણ રહેશે અને ઠંડરસ્ટોર્મ એક્ટીવીટી જોવા મળશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે પછી લોકો ને ગરમી થી રાહત મળતા દેખાશે. આમ તેની સાથે રાજ્યભરમાં પણ આગામી ૨ દિવસો માં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આમ ચાલુ વર્ષે ગરમીનો પારો ૪૬ ડીગ્રી સુધી પહોચ્યો હતો. જેના કારણે ગરમી થી લોકો ખુબજ પરેશાન થયા છે જે બાદ વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગુજરાતમાં હાલ ગરમી થોડી ઘટી છે અને લોકોને રાહત મળી છે. તેમજ હજુ ચોમાસું બેસતા વધુ ૨ ડીગ્રી તાપમાન માં ઘટાડો થશે તેવી આગાહી છે. પરંતુ તો પણ લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઇ શકે છે.