Entertainment

ગુજરાતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો ! વિદેશમાં સ્ટોર ચલાવતો પટેલ યુવકની લુટારાઓએ….

હાલ લોકોની હત્યાના મામલો ખુબજ વધી ગયા છે તેવામાં હવે રાજ્યમાં અને દેશમાં પણ લુટારાઓ હથિયાર ની બીક દેખાડીને લુટ કરતા હોઈ છે અને ઘણી વાર ગોળીઓ વરસાવીને હત્યા કરી બધુજ ચોરીને ફરાર થઇ જતા હોઈ છે. દેશમાં તો ઠીક પરંતુ વિદેશ જેવા કડક કાયદા અને કાનુંનું ધરાવતા દેશોમાં પણ હત્યાઓના મામલો સામા આવતા હોઈ છે. તેવોજ હાલ એક અમેરિકા સ્ટોર ધરાવતો ગુજરાતનો પટેલ યુવકની હત્યા સામી આવી રહી છે.આવો તમને સમગ્ર ઘટના વિષે રૂબર કરાવ્યે.

જોઈએ તો અમેરિકામાં ગુજરાતના ઘણા ગુજરાતીઓ ત્યાં જોબ કરે છે તેમજ અમુક લોકો ધંધો પણ કરે છે તેમાં પટેલ સમાજના લોકો ખુબજ આગળ છે. અને હવે તો આ હત્યાનો મામલો સામો આવ્યા બાદ અમેરિકામાં પણ ગુજરાતીઓ સલામત નથી ત્યાં પણ લુટારાઓએ એક પટેલની સ્ટોર લૂટીને તેને ગોળી મારીને હત્યા કરી હતી. આ યુવક ગુજરાત રાજ્યના મૂળ આણંદ જીલ્લાના સોજીત્રા ગામના રહેવાસી પ્રેયસ પટેલ કે જેની હત્યા થઇ છે. તેની જાણ તેમના પરિવારને થતા તેમના માતા-પિતા અને ભાઈ બધાજ અમેરિકા જવા રવાના થઇ ગયા હતા.

પ્રેયસ પટેલ કિનક્રિક પાર્ક વેમાં સ્ટોલ ધરાવતો હતો, તેમજ તેની સાથે એક થોમસ નામનો કર્મચારી પણ કામ કરે છે. તે કીનક્રિક પાર્ક વેમાં આવેલા ૧૪૦૦ બ્લોક પર 7 ઈલેવન નામનો સ્ટોલ ચલાવતો હતો. ઘટના એવી હતી કે બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોલ પર બેસેલો હતો. તેની સાથે તેનો કર્મચારી થોમસ પણ હતો. ત્યારે તેના સ્ટોરમાં અચાનક લુટારુઓ આવી ચઢ્યા હતા. જેઓએ અચાનક ગોળી વરસાવીને પ્રેયસ અને થોમસ બંને ને ખુબજ ઘાયલ કર્યા હતા. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

જે પછી બંને સારવાર અર્થે હોસ્પિટલ લઈજવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમ ત્યાર પછી પરિવારને પ્રેયસ ની હત્યાની ઘટના ની જાણ થતા સમગ્ર પરિવારમાં ગમ નો માહોલ છવાઈ ગયો હતો. તેમજ સમગ્ર સોજીત્રા ગામના લોકો શોક માં ગરકાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!