ભાઈ બહેનને કાળ ભરખી ગયો, રમતા રમતા એવી ઘટના ઘટી ગઈ કે પરીવાર મા માતમ છવાઈ ગયો…
હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની છે જે દરેક માતા પિતાઓ માટે ચેતવણી રૂપ સમાન છે. ખરેખર આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકોને લઈને અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ માંગરોળ તાલુકાના લીંબોદરા ગામે રવિવારના સમયે તળાવ પર રમતા બે ભૂલકા તળાવના પાણીની અંદર રમવા જતા એવી ઘટના ઘટી ગઇ કે એક જ પળમાં પરિવારમાં માતમ છવાઈ ગયો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મામા ફોઈના બંને બાળકો તળાવમાં ડૂબી જતા ગ્રામજનોએ બંને બાળકોને તળાવમાંથી કાઢ્યા હતા પરંતુ બેવ બાળકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા સુજલામ સુફલામ યોજના માં ખોદાયેલા આ તળાવમાં બેદરકારી બદલ ગ્રામજનોમાં કામ કરનાર એજન્સી સામે રોષની લાગણી જન્મી છે.
આઠ વરસની મોહિનુર ઇમરાન મલેક મામાના દીકરા રેહાન ઈલ્યાસ પઠાણ ઉંમર વર્ષ 10 સાથે ઘરના માત્ર ૧૫ ફૂટ દૂર આવેલા હાલમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાઈ રહેલા તળાવ બાજુ રમવા ગઈ હતી. અચાનક બને તળાવ માં આવેલા પાણીની અંદર ડૂબી ગયા હતા.તળાવમાં પાણી વધુ ન હોય લોકો એ બંને બાળકોની તરત જ શોધી કાઢ્યા હતા.
પરંતુ બંને બાળકોને બચાવવા મોડું થતાં બંને બાળકો તળાવના પાણીમાં ડૂબીને મૃત્યુ મળ્યા હતા. આજુબાજુ કોઈ પણ જાતનું સલામતીની વ્યવસ્થા કરી ન હોય બિન સલામત તળાવ સામે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી. હાલમાં પરિવાર માં માતમ છવાઈ ગયો અને પરિવારે પણ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.