સુરજ ભુવા અને આક્ષેપ કરનાર યુવતિ વચ્ચે સમાધાન થય ગયુ ?? સોસીયલ મિડીઆ પર બન્ને ના ફોટો વાયરલ, જુવો…
હાલ સોસીયલ મિડીઆનો જમાનો છે અને આજના યુવાનો સોસીયલ મિડીઆ નો બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અનેક એવા કીસ્સો ઓ સામે આવી રહ્યા છે જે ઘણા ચોંકાવનારા છે કેમ કે ક્યાયને ક્યાક સોસીયલ મિડીઆ ના માધ્યમ થી ગુનાહિત પ્રવૃતિઓ પણ થઈ રહી છે. ત્યારે આવો જ એક કિસ્સાની ચર્ચા સોસીયલ મિડીઆ પર ચકડોળે ચડી છે. જે કીસ્સો એક ભુવાનો છે જેનુ નામ સુરજ ભુવાજી છે.
જો આ ઘટનાની વિગતે વાત કરીએ તો ફેબ્રુઆરી મહીનામા આ કીસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જેમા રાજકોટ ની એક યુવતી એ સુરજ ભુવા કે જેનુ નામ સુરજ સોલંકી છે અને જુનાગઢ ના રહેવાસી છે તેની વિરુધ્ધ દુષ્કર્મ ની ફરીયાદ નોંધાવી હતી અને સુરજ ભુવા પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. સાથે યુવતી એ ઝેર દવા પી લેતા સારવાર માટે હોસ્પીટલ ખસેડવા મા આવી હતી. યુવતીએ લોકો સામે ન્યાય ની માંગણી કરી હતી અને સોસીયલ મિડીઆ પર વિડીઓ વાયરલ કર્યો હતો.
આ ઘટના બાદ સુરજ ભુવાજી ફરાર થય ગયો હતા અને ત્યાર બાદ વિડીયો વાયરલ કરી ને આ યુવતીના તમામ આક્ષેપો ફગાવી દીધા હતા અને યુવતી સામે આક્ષેપો કર્યા હતા કે રૂ.25 લાખ, 3 બીએચકે ફ્લેટ અને કાર-બુલેટની માંગણી કરી હોવાના વળતા આક્ષેપ યુવતી ઉપર કર્યા હતા
જો સુરજ ભુવા ની વાત કરવા મા આવે તો સુરજ ભુવા મુળ જૂનાગઢ થી છે સોસીયલ મિડીઆ પર અનેક વિડીઓ અને ફોટા જોવા મળે છે. સુરજ ભુવાનુ ઘણુ મોટુ ફેન ફોલોઈગ છે અને સોસીયલ મિડીઆ પર અનેક follower છે ત્યારે સોસીયલ મિડીઆ પર મા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે ફરી આ ઘટના મા એક નવો વળાંક આવ્યો હતો જેમા સુરજ ભુવાના માતા પિતાએ પોતાના દિકરા સુરજ ભુવા વિરુધ્ધ એક જાહેર નોટીસ આપી હતી જે હાલ સોસીયલ મિડીઆ પર પણ વાયરલ થય હતી.
સુરજ ભુવા ના માતા પિતાએ નોટિસ મા જણાવ્યુ હતુ કે અમારો પુત્ર અમારા કહ્યામાં નથી, અમારા કુટુંબના રીતિ રસમો અનુસરતો નથી. અને સમાજમાં બદનામી થાય તેવા કૃત્યો કરી મનસ્વી રીતે જિંદગી જીવે છે. અમારી તમામ પ્રકારની સ્થાવર મિકલતોમાંથી તેને બેદખલ કરીએ છીએ. સમાજની કોઈપણ વ્યક્તી કે સમાજ શ્રેષ્ઠીએ સરકારી બેંક,અર્ધ સરકારી બેંક કે રોકડ મારફતે તેની સાથે કોઈ વહીવટો કરવા નહીં. છતાં જો કોઈ વહીવટ કરશે તો આ અંગે અમે કોઈ બંધન કર્તા રહેશું નહીં. તેથી અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ.
ત્યારે હાલ આ નોટીસ નો ફોટો સોસીયલ મિડીઆ પર વાયરલ થય રહ્યો છે પરંતુ આ નોટીસ ની ખરાઈ કરી શકાય નથી. આ ઉપરાંત હાલ સોસીયલ મિડીઆ પર સુરજ ભુવા અને એ જ યુવતી ના ફોટા વાયરલ થય રહ્યા છે જેણે સુરજ ભુવા પર દુષ્કર્મ ના આક્ષેપ કર્યા હતા.
જ્યારે આ તસવીરો સામે આવતા એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે સુરજ ભુવા અને યુવતિ વચ્ચે સમાધાન થય ચુક્યુ છે અને હાલ બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેલા લાગ્યા છે તે માટે સુરજ ભુવા ના માતા પિતા એ આવો કડક નિર્ણય લીધો છે. જ્યારે ખરખેર સુરજ ભુવા અને યુવતી વચ્ચે સમાધાન થયુ છે કે નહી તેની ખરાઈ કરી શકાઈ નથી પરંતુ હાલ બન્ને વચ્ચે ના ઘણા ફોટા અને વિડીઓ સોસયલ મિડીઆ પર વાયરલ થય રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.