આજે શનિવાર, હનુમાનજી આ રાશિ ના જાતકો ના કામ પૂરા કરશે
મેષ : સગા સંબંધી મિત્રવર્ગના કામથી, પરિવારના કામથી વ્યસ્તતા રહે. નોકરી ધંધામાં વધારાના કામ ઉકેલવો પડે. સંતાન માટે ખરીદી થાય,
વૃષભ: સાસરી પક્ષથી, પરિવારમાં વડીલવર્ગના કામથી વ્યસ્તતા રહે. નોકરી ધંધાના કામ માટે મીલન-મુલાકાત ચર્ચા વિચારણા થાય.
મિથુનઃ નોકરી ધંધાના સીઝનલ કામમાં, કમિશનના-કરારી કામમાં આપને સાનુકુળતા રહે. આકસ્મિક કોઇને મળવાનું થાય.
કર્ક : પરદેશના બહારગામના સગા સંબંધી મિત્રવર્ગથી, સંતાનના કામથી, નોકરી ધંધાના કામથી વ્યસ્તતા છતાં આનંદ ઉત્સાહ રહે.
સિંહ : બહારનું ખાવા પીવામાં, સગા સંબંધી મિત્રવર્ગના કામમાં, વાહન ચલાવવામાં, નોકરી ધંધાના કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
કન્યા : નોકરી ધંધાનું કામ થાય. પત્ની-સંતાનનું કામ થાય. પરંતુ આંખમાં, કમરમાં, ચામડીમાં દર્દપીડાથી સંભાળવું.
તુલા : અન્યના કારણે આપને ચિંતા-મુંઝવણ મશ્કેલી રહે. વડીલ વર્ગની બિમારીમાં પિતૃ પક્ષના કામમાં ધ્યાન આપવું પડે.
વૃશ્ચિક : પુત્ર પૌત્રાદિકના કામની ચિંતા રહે. પોતાના આરોગ્યની અસ્વસ્થતા પ્રતિકુળતાથી નોકરી ધંધાના કામમાં કંટાળો આવે.
ધનઃ નવાજુના કામમાં, સંબંધ-વ્યવહારમાં, પતી સંતાન-પરિવારના કામમાં આપને આંતરિક મુંઝવણ રહે.
મકર : યાત્રા પ્રવાસ-મીલન મુલાકાતના પ્રશ્ને, બહારગામના કે પરદેશના પ્રશ્ને, સંતાનના કામના પ્રશ્ને ચર્ચા વિચારણા થાય.
કુંભઃ પ્રતિકુળતા છતાં તમે તમારા અંગત કામ ઉકેલવામાં, નોકરી ધંધાના કામ કરવામાં ધ્યાન આપી શકો. આનંદ રહે.
મીનઃ વિચારોની દ્વિધા-શંકા-અવિશ્વાસ-વિવાદના લીધે તમને શાંતિ-રાહત જણાય નહીં, પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે.