ગોતેશ્વર મહાદેવના મંદિરમાં નાગદેવતા જોવા મળતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા ! જુવો વિડીઓ
શ્રાવણ મહિનામાં હિન્દુ પંચાંગ પ્રમાણે આ દિવસે નાગ પંચમી આવે છે. અને એ જ દિવસે નાગદેવતાની પૂજા તથા અર્ચના કરવામાં આવે છે. દરેક લોકો ઉપવાસ કરીને નાગદેવતાની પૂજા કરે છે, તથા કુલેરનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે. અને આખા વર્ષ દરમિયાન નાગદેવતાની પૂજા કરવામાં આવે છે, અને આખા વર્ષ દરમિયાન નાગદેવતા ભક્તોને દર્શન આપે છે. અને શંકર ભગવાનના ભક્તો નાગદેવતાના દર્શનથી જ ખૂબ જ ખુશ થઇ જાય છે. અને ત્યારે જ બોટાદમાં હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થતો જોવા મળ્યો છે જેમાં નાગદેવતા જોવા મળ્યા છે.
બોટાદના હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. અને તેમાં પણ નાગદેવતા મંદિરના પૂજારીને દર્શન આપે છે તથા મંદિરના પૂજારી તેમની પૂજા કરે છે, અને પૂજા કરીને તેમને નીચે ઉતારે છે. અને તેમાં ગોતેશ્વર મહાદેવના મંદિરમાં નાગદેવતા જોવા મળ્યા હતા. અને તેને જોતા જ મંદિરના પૂજારી નાગદેવતાની પૂજા કરી હતી. અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર મળેલી માહિતી અનુસાર બોટાદમાં હનુમાન મંદિર ગોતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, અને ત્યાં કળશમાં નાગદેવતાએ દર્શન આપ્યા હતા, અને આ વાત વાયુવેગે તેમના ભક્તોને મળી ગઈ હતી. અને તે લોકોના ટોળા ઉતરી ગયા હતા. અને ભક્તો મંદિરમાં આવીને નાગદેવતાના દર્શન કરીને તેમની પૂજારીએ આરતી ઉતારી હતી તેનો લાભ લીધો હતો, ત્યારબાદ તેમના કંકુ દીવા કર્યા હતા, અને તેમને કળશ માંથી નીચે ઉતાર્યા હતા. આમ આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો જોવા મળ્યો છે.
તે ગામમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર શંકર ભગવાનના મંદિરમાં નાગ દેવતાએ દર્શન આપ્યા હતા, અને લોકોએ તેમના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી હતી. આમ તેમના ગામને નાગ દેવતાની કૃપા થઈ હોવાનું કહી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ગોતેશ્વર મહાદેવના મંદિરમાં કળશીમાં નાગ દેવતા જોવા મળ્યા
નાગ દેવતા કળશીમાં જોવા મળતા મંદિરના પૂજારીએ પૂજા કરી
બોટાદ હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો વીડિયો થયો વાઈરલ#Botad #Video pic.twitter.com/Nib7Puw3aZ— News18Gujarati (@News18Guj) June 25, 2022