ચાલુ વરસાદે બાળકી વિજીપોલ સાથે ચોંટી ગઈ પરંતુ કાકા એ એવી રીતે જીવ બચાવ્યો કે જુવો વિડીઓ
હાલ ગુજરાત મા ચોંમાસા ની સીઝન ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વીજળી પડવાની ઘટના તો ક્યાંક ને ક્યાક અન્ય ઘટનાઓ પણ સામે આવી રહી છે. હજી બે દીવસ પહેલા જ વડોદરા મા એક પોલીસ કોન્સ્ટેબલ પર મહાકાઈ વૃક્ષ પડવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો ત્યારે હાલ એક ઘટના મહીસાગર ના રાણાવાસ વિસ્તાર મા બની હતી જેમા એક પાંચ વર્ષ ને વિજ કરંટ લાગતા બાળકી થાંભલા સાથે ચોંટી હતી પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર મહીસાગર જીલ્લા ના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં આ ઘટના બની હતી જેમા એક 5 વર્ષ ની બાળકી ચાલું વરસાદે રમી રહી હતી ત્યારે નજીક ના વિજીપોલ મા ખુલ્લા વાયર હતા અને બાળકી એ આ વિજીપોલ ને અડતા ની સાથે જ કરંટ લાગ્યો હતો અને બુમાબુમ મચી ગઈ હતી ત્યારે અન્ય લોકો ને નજરે આવતા તેવો એ બાળકી ને બચાવી લીધી હતી.
ઘટના મા જાણવા મળ્યુ હતુ કે બાળકી નુ નામ ધ્રિતી સંજયકુમાર રાણા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી મા પણ કેદ થય હતી જેમા જોઈ શકાય છે કે બાળકી રમતા રમતા વિજીપોલ ને ચોંટી ગઈ હતી અને સ્થાનીક લોકો એ તેને લાકડા વડે અલગ કરી હતી જ્યાર બાદ બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં આ બાળકીની તબિયત સારી છે.
જ્યારે આ ઘટના થી મા સમય સૂચકતા ને કારણે આ બાળકી નો જીવ બચી ગયો હતો જ્યારે હાલ ચોંમાસા ની સીઝન ચાલી રહી છે ત્યારે આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે દરેક માતા પિતાઓ માટે આ એક ચેતવણીરુપ કિસ્સો કહી શકાય…
સંતરામપુરમાં વરસતા વરસાદે બાળકી વીજળીના થાંભલાને ચોંટી ગઇ, સ્થાનિકોની સમયસૂચકતાએ જીવ બચાવ્યો pic.twitter.com/nrkxDw4IYo
— Watch Gujarat (@WatchGujarat) June 27, 2022