વડોદરા માં માતા એ પોતાના જ પુત્ર ની કરપીણ હત્યા કરી નાખી ! કારણ જાણી તમારું લોઈ ઉકલી જશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે પ્રેમ પ્રકરણના લીધે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ કરુણદાયક ઘટના બની છે. એક માતા એ પોતાના જ દીકરાને મારી નાખ્યો આ ઘટના પાછળનું કારણ જાણીને ચોકી જશો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં પરિણીતા પ્રેમિકાએ પ્રેમીને મળવામાં મોકળાશ રહે તે માટે પોતાના 6 વર્ષના પુત્રનું ગળુ દબાવીને હત્યા કરી નાખો.
આ ઘટના અંગે સાવલી પોલીસે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યું કે, સુમિત્રાબેન બારીયાબે સંતાનાની માતા છે અને તેમના લગ્ન આજથી આઠ વર્ષ અગાઉ મુકેશ ગોવિંદભાઈ પરમાર સાથે થયા હતા, પરંતુ, સુમિત્રાને તેને પિયર વિસ્તારમાં રહેતા કિશન મનહરભાઈ રાવળસાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું.આ જ કારણે તેના સંતાનનું ખાસ ધ્યાન રાખતી નહોતી અને તેના પિયરમાં તેના પ્રેમીને મળવા વારંવાર જતી રહેતી હતી. તેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે થોડીક કડવાશ રહેતી હતી.
ગામના અગ્રણીઓ તેમજ પરિણીતાના માતા-પિતાને બોલાવીને સમગ્ર આ બાબતે જાણ કરી હતી, જેથી તેના માતા-પિતાએ તેને સમજાવી ઘરસંસાર માંડવા સમજાવી હતી. તેવામાં ગઇકાલે સવારમાં ઉઠીને તેનો પતિ નોકરી જવા તૈયાર થતો હતો અને પતિએ પરપુરૂષ સાથે અનૈતિક સંબંધો ન રાખવા પત્નીને સમજાવી હતી અને ઠપકો આપ્યો હતો, ત્યારે પત્નીએ કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે ઘર બાંધીશ, તું અહીંથી નીકળી જા આવું કહેતા પતિ નોકરીએ જતો રહ્યો હતો.
પરિણીતાને પોતાના પ્રેમીને મળવા જતી વખતે પોતાનો 6 વર્ષનો પુત્રને નિર્દયી બનીને પોતાના પુત્રને ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને ત્યાર બાદ આ હત્યા પર પડદો નાખવા માટે પોતાના ઘર પાછળ આવેલ ખેતરમાં કેનાલ પાસે આવેલા થાંભલામાં ખૂબ જ નિર્દયતાથી પોતાના પુત્રનું માથુ ફસાવી દીધું હતું અને હત્યાને અકસ્માતમાં કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, ખેતરમાં રહેતા લોકોને ખબર પડી જતા સમગ્ર બનાવની જાણ સાવલી પોલીસને કરી હતી.સાવલી પોલીસે પ્રેમી અને પ્રેમિકા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.