સુરતમાં ધોળે દિવસે ત્રણ લૂંટારોએ માત્ર 5 સેકન્ડમાં ફિલ્મી ઢબે રૂ 28 લાખ લૂંટયા, જુઓ વીડિયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચોરીના અનેક બનાવોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં ધોળે દિવસે બનેલ લૂંટની ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ ઘટના અંગે ની તમામ પ્લો સીસીટીવી ફુટેજમાં કેદ થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોરો એ માત્ર 5 સેકન્ડમાં 28 લાખ રૂપિયા લુટીને રફુ ચક્કર થઈ ગયેલા. ચાલો આ ઘટનાં અંગે વધુ વિગતવાર માહિતી મેળવીએ કે આખરે કંઈ રીતે આ લૂંટ થયેલ.
આ લૂંટની ઘટના સુરતમાં ઉધના વિસ્તારમાં બનેલી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, મની ટ્રાન્સફરના કર્મચારીનો પીછો કરીને માત્ર માત્ર 5 સેકન્ડમાં 28 લાખની લૂંટ કરવામાં આવી હતી અને તાત્કાલિક જ ત્રણ લૂંટારુ 28 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.આ ઘટના અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
અને તેઓ આજે ઓફિસથી નીકળી ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ તેમનેબાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી અને આ દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
28 લાખ રૂપિયાની લૂંટની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઇક પર આવેલા લૂંટારુને પકડી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતમાં ધોળે દહાડેે રૂ. 28 લાખની સનસનીખેજ લૂંટ (CCTV) pic.twitter.com/ClGKV0B2BE
— Watch Gujarat (@WatchGujarat) June 29, 2022