ગુજરાતના આ ગામમાં વરસાદની અનોખી રીતે થાય છે, આગાહી! બકરી કરે છે આવી રીતે જાણ…
આપણા ભારતમાં અને ગુજરાતમાં અનેક પ્રકારની પરંપરા જોવા મળે છે, ત્યારે આજે આપણે એક અનોખી પરંપરા વિશે જાણીશું, જેને જાણીને તમેં પણ આશ્ચય પામી જશો. અત્યાર સુધી તમે વરસાદની આગાહી અંગે અનેક રીતો જાણી હશે પરંતુ હાલમાં ચારોતરફ જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર એક બકરીની વાતો ચર્ચાય રહી છે. ખરેખર આ વાત ખૂબ જ નવાઈ લગાવે એવી છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા ભડલી ગામના વરસાદની ખૂબ જ અનોખી રીતે આગાહી કરવામાં આવે છે. વાત જાણે એમ છે કે, સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદની આગોતરી એક બકરી દ્વારા મેળવાય છે. આ વાત જાણીને તમે કહેશો કે આ તે કંઈ રીતે શક્ય બની શકે છે.અમે આપને જણાવીએ કે આ ગામમાં આ પરંપરા સાથે અનેક વર્ષોથી આસ્થા જોડાયેલી છે જેથી દરેક વર્ષે આવી રીતે આગાહીની જાણકારીની વિધિ યોજાતી રહે છે.
જેમાં ગામના ક્ષત્રિય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથિ પ્રસંગે યોજિત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે.અને પૂજા-આરતી બાદ મંદિરના પૂજારી બકરીના ધૂણવા બાદ એના પર હાથ રાખી વરસાદની આગાહી કરે છે, જેનો ઉપસ્થિત જનસમૂહ પૂરા શ્રદ્ધાભાવ સાથે સ્વીકાર કરે છે.
સિદ્ધયોગી દાદા ધોરમનાથજીનાં શિષ્ય સિદ્ધદાદા ગરીબબનાથજીનાં સમાધિ સ્થળે દર વર્ષે જેઠ વદ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગ યોજાય છે. તેમા આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથી સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમ્યાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી યોજાય છે જ્યાં સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો ઉપસ્થિત રહે છે. આ દરમ્યાન ગામના ક્ષત્રિય પરિવારના ઘરેથી વર્ષોથી એકજ વંશની બકરી સંકુલમાં જન સમૂહની વચ્ચે ઉભી રહે છે.
અને આરતી પૂર્ણ થયા બાદ ધૂણીને પતરી આપે છે જેના બાદ પૂજારી બકરીનાં શરીર પર હાથ રાખી મળેલા સંકતો મુજબ વરસાદનું પૂર્વાનુમાન આપે છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એવું પણ બન્યું છે કે જે વર્ષે દુષ્કાળ પડ્યો છે ત્યારે બકરી ઘણા સમય સુધી રાહ જોવા છતાં ધૂણી નથી અને ઓટલા પર ચડી જાય ત્યારે અતિવૃષ્ટિની સ્થિતિ નિર્માણ પામી છે. અસ્થાનાં આ વિષયે આજે પણ ધાર્મિક પરંપરા ટકાવી રાખી છે.