વડગામના પાંડવાના 22 વર્ષના ઝુલ્ફીકારખાન જાગીરદારે યુવકે ભંગારમાંથી બનાવી બેટરી વાળી કાર… ચાલે છે 100 કિલોમીટર, તેમજ…
આજનો સમય આધુનિક અને ખુબજ ટેકનોલોજી વાળો બની ગયો છે. તેવામાં લોકો નવા નવા આવિષ્કાર કરતા હોઈ છે. અને હાલના સમયને ધ્યાનમાં લઈ પેટ્રોલ અને ડીઝલના ખુબજ ભાવ વધી ગયા છે તેવાંમાં લોકો બેટરીથી ચાલતા વાહનો લેવાનું વધુ પસંદ કરતા હોઈ છે. તેમજ એક કિસ્સો એવો સામો આવી રહ્યો છે. જેમાં વ્યક્તિએ બેટરી થી ચાલતી કાર બનાવી નાખી જે તેના માટે ખુબજ ઉપયોગી બની છે. તેણે આ કાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લીધે બનાવી છે.
આ કિસ્સો વડગામના પાંડવામાંથી સામે આવી રહ્યો છે. જ્યા એક 22 વર્ષના યુવકે પેટ્રોલ ડીઝલના ભાવને લઈ ભંગારમાંથી સાધનો ખરીદી જૂના મોડલની કાર બનાવી છે જે કાર બેટરી પર આધારિત છે બેટરી ફુલ ચાર્જ હોય તો 100 કિલોમીટર સુધી ચાલે છે જેને સૌ કોઈ લોકો નિહાળવા આવી રહ્યા છે. પાંડવા ગામના ઝુલ્ફીકારખાન ઝાકીરખાન જાગીરદાર જેવો 22 વર્ષના છે તે પોતાના ગામમાં જ વેલ્ડીંગ તેમજ મોડીફાઇડની દુકાન ધરાવે છે. તેના જીવનનું આ એક સપનું હતુ કે તે પોતાની કાર બનાવે આમ તેણે આજે તે સપનું સાકર કર્યું છે.
આ બાબતે જાગીરદાર ઝુલ્ફીકારખાને જણાવ્યું હતું કે,” હું જ્યારે નાનો હતો ત્યારે ટીવીમાં જૂના મોડલની કાર જોઈ હતી જે મને ખૂબ પ્રિય હતી. મને વિચાર આવ્યો કે હું પણ આ મોડલની જૂની કાર બનાવીશ ત્યારબાદ ભંગારમાંથી અલગ અલગ ચીજવસ્તુઓ લાવી જુના મોડલની કાર તૈયાર કરી જે કાર બેટરીથી ચાલે છે કાર બનાવતા મને દોઢ વર્ષનો સમય લાગ્યો હતો તેમજ રૂ.2.50 લાખ ખર્ચો થયો હતો. આજે મારું સપનું સાકાર થયું છે જેને આજુબાજુના ગામોના લોકો મારી કારને જોવા આવી રહ્યા છે.” તેમજ યુવક કારની સાથે સાથે ખેતી માટે ઉપયોગી ટ્રોલી જેવા અનેક ઇલેટ્રિક સાધનો બનાવે છે.
તેમજ યુવક જણાવે છે કે, શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી હતી કે કાર બનશે કે કેમ પરંતુ હિંમત રાખી ભંગારમથી સાધનો ભેગા કરી કાર બનાવવાનું શરૂ કર્યું જે સપનું સાકાર કર્યું. તેમજ કારની વાત કરીએ તો તેની બેટરી 7 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે અને 100 કિલોમીટર સુધી ચાલે છે જેનો માત્ર 5 યુનિટ પડે છે. જે ખુબજ ફાયદારૂપ છે. આ કાર બનાવી યુવક પણ ખુબજ ખુશ થયો હતો.