કોરોના થી વધારે હવે મ્યુકરમાયકોસિસ બીમારી થી લોકો મરી રહ્યા છે, ફંગસના ચાર સ્ટેજ જાણો.
હાલમાં પરિસ્થિતિ એટલી વિકટ સર્જાય છે કે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતાં દર્દીઓ હવે મ્યુકર માઇકોસિસ ફંગસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અત્યારે મ્યુકર માયકોસિસના ૧૨૫ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, આ રોગમાં મોતની ટકાવારી ૨૫થી ૩૦ ટકા જેટલી છે.
ડોક્ટરોનું કહેવું છે કે, કોરોનાને હરાવ્યા પછી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હોય તેવા લોકોમાં આ રોગ વધારે છે. અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં ફંગસના ૧૫ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી ત્રણ લોકોએ આંખોની રોશની ગુમાવી છે, આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકર માયકોસિસના ૫૦ ઓપરેશન થયા છે.
ડોક્ટરો કહે છે કે, કોરોનાથી સાજા થયા બાદ જો આંખ અને નાકના કિસ્સામાં દુઃખાવો થતો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈ સારવાર કરવી જરૂરી છે. જો સારવારમાં વિલંબ થાય તો ફંગસ ઘાતકી પુરવાર થઈ રહ્યો છે.
પહેલા તબક્કે નાકમાં પહોંચે છે, બીજા તબક્કે તાળવામાં ફંગસ થાય છે, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે બ્રેઈન સુધી ફંગસ પહોંચે છે, અત્યારે રોગ ત્રીજા તબક્કે પહોંચી ગયો હોય તેવા દર્દી હોસ્પિટલે પહોંચી રહ્યા છે. અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા કેસ વધી રહ્યા છે.