5500 વર્ષ જુનું મહાદેવ નુ આ મંદીર જયા ખાંડ નો વરસાદ થાય છે..
મહાદેવના અનેક મંદિરો આવેલા છે, શિખરોબંધ મંદિરો આપણે જોઈએ છે, છીએ પરંતુ આજે આપણે એક પૌરાણિક મંદિર વિશે જાણીએ જેની સ્થાપના ખુદ પાંચ પાંડવમાંના એક એવા મહાબલી ભીમે કરી હતી. હા મહાભારતકાળ કેટલી યાદો અને સ્મૃતિઓ આજે પણ હયાત છે. આજે ચાલો આપણે આ મંદિર વિશે માહિતગાર થઇએ. ભીમએ સ્થાપના કરેલ આ મંદિર બરવાળામાં આવેલું છે. ખાસ વાત એ છે કે, મંદિરને શિખર એટલે કે ગુંબજ જ નથી.
આપણાં હિન્દુ મંદિરોમાં ગુંબજનું ખાસ મહત્વ દર્શાવાયું છે.
પરંતુ ભીમનાથ મહાદેવમાં ગુંબજ બનાવાયો જ નથી, અહીંયા શિવજીની છત્રછાયા વરખડીનું વૃક્ષ છે જે, 5,500 વર્ષ જુનુ છે. એટલે જ તેને કાપીને મંદિરનો ગુંબજ નથી બનાવાયો. આ વરખડીના વૃક્ષના દર્શનને પણ ધાર્મિક માનવામાં આવે છે,અનેકવાર પ્રયત્ન છતાંય વૃક્ષને કાપવામાં નથી આવ્યું.
એક માન્યતા એવી પણ છે કે આ વરખડીના ઝાડ પરથી ચૈત્ર મહિનામાં ખાંડનો વરસાદ થાય છે. અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલ પણ આ મંદિરમં મહાપ્રસાદ સ્વરૂપે ફંડારો ચાલે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી આ ભંડારો ચાલ્યો આવે છે.
પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.