લઠ્ઠાકાંડ મા 24 લોકો ના મોત બાદ બરવાળા ગામ ના સરપંચ એ શુ કીધું કે “મે ત્રણ મહીના પહેલા…
આજ રોજ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો છે, ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી બનાવ છે. ગઈકાલ થી લઈને આજ સુધીમાં બરવાળા તાલુકામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત બાદ આખું ગામ શોકમગ્ન હજી ગયું છે. આ ઘટના અંગે ચારોતરફ ચર્ચા થઈ રહી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે,લઠ્ઠાકાંડ મા 24 લોકો ના મોત બાદ બરવાળા ગામ ના સરપંચ એ દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાત બાદ ખૂબ જ ચોંકાવનારી વાત કરી છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, ગામના એકી સાથે 24 લોકોના મોત થી ગામમાં ચારોતરફ મૃત દેહ જોવા મળ્યા હતા. હાલમાં જ આ ઘટના જે પગલે ગામના સરપંચ સાથે વાતચીત કરી હતી, જેમા તેઓએ ગામમાં ચાલી રહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજિદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનાર સામે એક્શન લેવાની વાત કરી હતી.
સરપંચે જણાવ્યું કે, મેં 3 મહિના પહેલા અરજી કરી હતી. અરજીના નિકાલ બાબતે પોલીસ ખાલી અહીંયા આવે અને રાઉન્ડ મારીને જતી રહે. હું બતાવવા જઉં કે આ વ્યક્તિએ દારુ પિધો છે તો મને કહીંદે કે દારુ પીધેલો નથી. બરવાડા તાલુકામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા. તેમને હોસ્પિટલથી મારા પર ફોન આવ્યો કે તમારા ગામમાંથી ઝેરી દારુ પિવાનો એક કેસ આવ્યો છે. તમે માત્ર ગામમાં જાણ કરો કે જેણે-જેણે દારુ પીધો છે તે તાત્કાલીક હોસ્પિટલ પહોંચી જાય.
દેશી દારુ તો વર્ષોથી વેચાય છે. હું 99% મારા ગામમાં હવે દેશી દારુ નથી વેચાવા દેવાનો. ફરિયાદ આવે કે અહીં દારુ વેચાય છે તો પોલીસ આવીને માત્ર રાઉન્ડ મારીને જતી રહે અને કહીંદે કે અહીંયા દારુ વેચાતો નથી. હું પીધેલો પકડી રાખુ તો પણ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર કહીં દે આ પીધેલો નથી. હું મારા ગામમાં હવે દારુ બંધ કરાવીને જ રહીશ અને માત્ર રોજિદા ગામમાં નહીં બરવાળા તાલુકામાં પણ જો દારુ પીતો મને દેખાશે તો હવે હું હાઈ લેવલે ફરિયાદ કરીશ. ખરેખર આ દુઃખદ બનાવ બાદ જે સરહાનીય પગલું સરપંચ દ્વારા લેવામાં આવ્યો છે, ખૂબ જ શ્રેષ્ઠ છે.